બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 30, 2021 પર 08:57  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


TITAN -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ટાઈટનનો નફો 48.2% વધીને 529 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ટાઈટનનો નફો 357 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ટાઈટનની આવક 61.1% વધીને 7135 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ટાઈટનની આવક 4429 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ટાઈટનના એબિટડા 604 કરોડ રૂપિયાથી વધીને 795 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન ટાઈટનના એબિટડા માર્જિન 13.6% થી ઘટીને 11.1% રહ્યા છે.

AU SMALL FINANCE BANK -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કનો નફો 38.1% વધીને 167 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કનો નફો 122.3 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કની વ્યાજ આવક 18.2 ટકા વધીને 655.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કની વ્યાજ આવક 554.9 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કના ગ્રૉસ એનપીએ 3.7% વધીને 4.25% રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કના નેટ એનપીએ 1.43% થી વધીને 2.18% રહ્યા છે.

રૂપિયામાં એનપીએ પર નજર કરીએ તો ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કના ગ્રૉસ એનપીએ 1016.6 કરોડ રૂપિયાથી વઘીને 1503 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એયુ સ્મૉલ ફાઈનાન્સ બેન્કના નેટ એનપીએ 391.6 કરોડ રૂપિયાથી વધીને 756 કરોડ રૂપિયા રહ્યા છે.

EXIDE -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એક્સાઈડનો નફો 45.3% વધીને 244.1 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં એક્સાઈડનો નફો 168 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં એક્સાઈડની આવક 43% વધીને 2938.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં એક્સાઈડની આવક 2055.1 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એક્સાઈડના એબિટડા 270.2 કરોડ રૂપિયાથી વધીને 412.3 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એક્સાઈડના એબિટડા માર્જિન 13.1% થી વધીને 14% રહ્યા છે.

AMBUJA CEMENTS -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટ્સનો નફો 66.6% વધીને 664.6 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટ્સનો નફો 399 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટ્સની આવક 28.1% વધીને 3621.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટ્સની આવક 2827.5 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટ્સના એબિટડા 603 કરોડ રૂપિયાથી વધીને 977 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં અંબુજા સિમેન્ટ્સના એબિટડા માર્જિન 21.3% થી વધીને 27% રહ્યા છે.

MOTILAL OSWAL FINANCIAL SERVICES -
HFC સહીત બધા બિઝનેસમાં ગ્રોથ અને નફો જોવા મળ્યો. 5/શેર પર ડિવિડંડ જાહેર કર્યુ.