બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 07, 2021 પર 08:42  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


TATA CONSUMER -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા કંઝયુમરનો નફો 53.9 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા કંઝયુમરને નફો 76.5 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા કંઝયુમરની આવક 26.3% વધીને 3,037.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં ટાટા કંઝયુમરની આવક 2405 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટાટા કંઝયુમરના એબિટડા 308.3 કરોડ રૂપિયાથી ઘટીને 300.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટાટા કંઝયુમરના એબિટડા માર્જિન 12.8% થી ઘટીને 9.9% રહ્યા છે.

HERO MOTO -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં હિરો મોટોકૉર્પનો નફો 39.4% વધીને 865 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં હિરો મોટોકૉર્પનો નફો 620.7 કરોડ રૂપિયાનો રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં હિરો મોટોકૉર્પની આવક 39.2% વધીને 8686 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં હિરો મોટોકૉર્પની આવક 6238 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં હિરો મોટોકૉર્પના એબિટડા 659.9 કરોડ રૂપિયાથી વધીને 1211.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં હિરો મોટોકૉર્પના એબિટડા માર્જિન 10.6% થી વધીને 13.9% રહ્યા છે.

Adani Power -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં અદાણી પાવરનો નફો 13 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં અદાણી પાવરને નફામાં 1312 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 3.3% વધીને 6374 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં અદાણી પાવરની આવક 6172 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા 204 કરોડ રૂપિયાથી વધીને 1614 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં અદાણી પાવરના એબિટડા માર્જિન 3.3% થી વધીને 25.3% રહ્યા છે.

PRAJ INDUSTRIES -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 109% વધીને 52 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 25 કરોડ રૂપિયાનો રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝની આવક 91% વધીને 567 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝની આવક 296 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 32 કરોડ રૂપિયાથી વધીને 75 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 11% થી વધીને 13% રહ્યા છે.

BLUE STAR -
નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં બ્લૂ સ્ટારનો નફો 67.11 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં બ્લૂ સ્ટારનો નફો 8.38 કરોડ રૂપિયાનો રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2021 ના ચોથા ક્વાર્ટરમાં બ્લૂ સ્ટારની આવક 24% વધીને 1611.6 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના ચોથા ક્વાર્ટરમાં બ્લૂ સ્ટારની આવક 1299.4 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બ્લૂ સ્ટારના એબિટડા 37.6 કરોડ રૂપિયાથી વધીને 102 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં બ્લૂ સ્ટારના એબિટડા માર્જિન 2.9% થી વધીને 6.3% રહ્યા છે.

DR.REDDYS -
રશિયાએ Sputnik લાઇટને મંજૂરી આપી. Sputnik લાઈટ સિંગલ ડોઝ વેક્સિન છે. Sputnikલાઈટ 80% અસર કરે છે. કંપનીએ Sputnik V માટે કરાર કર્યા છે.

SBI LIFE INSURANCE -
કાર્લાઇલ આજે બ્લોક ડીલ દ્વારા 3.5% ભાગ વેચશે. ફ્લોર પ્રાઈસ ₹945/શેર છે. ગઈકાલના બંધ ભાવ પર 2.52%નું ડિસ્કાઉન્ટ છે. કાર્લાઇલ બ્લોક ડીલમાં 3.5 કરોડ શેર વેચશે.

IRCTC -
9 મે થી શતાબ્દી, દુરંતો અને જનશતાબ્દી ટ્રેન રદ્દ. બુકિંગ ઘણી ઓછી હોવાના કારણે ટ્રેન રદ્દ થશે.