બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 02, 2018 પર 08:48  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અશોક લેલેન્ડ -
કંપનીની આવકમાં 57%નો વધારો. જીએસટી બાદ વોલ્યુમ ગ્રોથમાં જોરદાર ઉછાળો. કુલ વોલ્યુમ ગ્રોથ 42% પર રહી.

બજાજ ફિનસર્વ -
કંપનીની આવક 21% વધી રૂપિયા 7666 કરોડ રહી. નફો 22% વધીને રૂપિયા 748.6 કરોડ રહી. બજાજ ફાઇનાન્સનો નફો 38% વધી રૂપિયા 767 કરોડ છે. જનરલ ઇન્શોરન્સના નફામાં રૂપિયા 32.8% છે. લાઇફ ઇન્શોરન્સનો નફો 15.3% ઘટી રૂપિયા 162.9 કરોડ પર રહ્યો.

સિએટ -
સારા પરિણામ, બે આંકડામાં આવકની ગ્રોથ. માર્જિન્સમાં પણ લગભગ 1% જેટલો ઉછાળો. ક્ષમતામાં વધારો કરવા લીધેલા પગલાંની પોઝિટિવ અસર.

હિન્ડાલ્કો -
નોવેલિસના પરિણામ અને ગાઇડન્સ ખૂબ જ સારા છે. આવક 33% વધી, પ્રતિટન એબિટડામાં પણ 13%નો ઉછાળો છે.

ક્વેસ કૉર્પ -
Monster.com ઇન્ડિયાને $75 લાખમાં ખરીદવા બોર્ડની મંજૂરી મળી. સિંગાપોર, હૉન્ગ કૉન્ગ, મલેશિયા કારોબારને $65 લાખમાં ખરીદ્યો. એચસીએલ કંપ્યૂટિંગને રૂપિયા 30 કરોડમાં ખરીદવા પણ બોર્ડની મંજૂરી.

ઇન્ફો એજ -
કંપની ઝોમેટોમાં 32,629 શૅર્સ એટલે કે 6.66% હિસ્સો વેચશે. $50mlnમાં એન્ટ સ્મૉલ & માઇક્રોને કંપની વેચશે શૅર્સ.

વી-માર્ટ -
બોટમ બિલીયન ફંડે રૂપિયા 1515 પ્રતિશેર પર 105,873 શૅર્સ ખરીદ્યા.

જૈન ઈરિગેશન -
સોસાયટી જનરલે 135.01 પ્રતિશેર પર 3.1mln શૅર્સ ખરીદ્યા.

ગેટવે ડિસ્ટ્રિપાર્ક -
લાઇફ ઇન્શોયરન્સ કોર્પ ઑફ ઇન્ડિયાએ 225,000 શૅર્સ ખરીદ્યા. કંપનીનો હિસ્સો 4.82% થી વધી 5.02% થયો.