બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 09, 2018 પર 08:34  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

પેટ્રોનેટ એલએનજી -
અનુમાન મુજબના આંકડા, વોલ્યુમ ગ્રોથ 1.4% પર છે. વોલ્યુમ ગ્રોથ જાળવી રાખવી કંપની માટે પોઝિટિવ છે. નફો લગભગ 10% જેટલો ઘટ્યો, માર્જિન અનુમાનથી થોડા સારા છે.

મણપ્પુરમ ફાઇનાન્સ -
ખરાબ પરિણામ, નફો-આવક ઘટ્યા. માઇક્રો ફાઇનાન્સ કારોબારમાં ગ્રોસ એનપીએ વધ્યા. ગોલ્ડ લોનના એનપીએમાં સુધારો જોવા મળ્યો. કંપનીની વ્યાજથી થતી આવકમાં થોડો સુધારો.

ફોર્ટિસ હેલ્થકેર -
પ્રમોટર મલવિંદર સિંહ, શિવિંદર સિંહે બોર્ડ બોર્ડમાંથી રાજીનામું આપ્યું. મલવિંદર સિંહે એક્ઝિક્યૂટિવ ચેરમેનનું પદ છોડ્યું. શિવિંદર સિંહે નૉન-એક્ઝિક્યૂટિવ વીસીનું પદ છોડ્યું. મંગળવારે બોર્ડ બેઠકમાં વધુ જાણકારી આપશે સિંહ બ્રધર્સ.

ફ્યુચર કંઝ્યુમર -
સારા પરિણામ, ખોટમાં ઘટાડો થયો. આવક 42% વધી, એબિટડામાં જંગી ઉછાળો. માર્જિન પણ સુધર્યા, તમામ બ્રૅન્ડ્સમાં પરફોર્મન્સ સુધર્યું. મોર્ગન સ્ટેનલીનો ઓવરવેટ મત યથાવત, રૂપિયા 95 લક્ષ્યાંક છે.

ગ્લેનમાર્ક ફાર્મા -
ઓપરેશનલી આંકડા ખૂબ જ ખરાબ છે. નફો 78% ઘટ્યો, આવકમાં પણ 60% જેટલી નરમાશ છે. માર્જિન 30.2%થી ઘટી 14.6% પર છે.

સેલ -
કંપની ખોટમાંથી નફામાં આવી. ઓપરેશનલ આંકડા સારા, માર્જિન પણ સુધર્યા. સેલ્સ વોલ્યુમ 15% વધ્યું.

મુથૂટ ફાઇનાન્સ -
લોનગ્રોથ ફરી સુસ્ત, ચિંતાનો વિષય થઈ શકે. યીલ્ડ ઊંચી રહેતાં એનઆઈએમ પણ પોઝિટિવ છે. નફા-આવકમાં મોટો ઉછાળો, પણ વાર્ષિક ધોરણે પ્રોવિઝન્સ વધ્યા છે. રૂપિયા અને ટકાવારીમાં એનપીએ પણ વધ્યા.

ટોરેન્ટ ફાર્મા -
ખરાબ પરિણામ, નફો 75% ઘટ્યો. યુનિકેમ અધિગ્રહણથી ટેક્સ ખર્ચમાં જોરદાર વધારો. આવક ફ્લેટ, માર્જિનમાં મામુલી સુધારો છે.

પરાગ મિલ્ક ફૂડ્સ -
કંપનીના ઓપરેશનલ આંકડામાં ટર્નઅરાઉન્ડ, ખોટમાંથી નફામાં આવી. વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સને લીધે ઘણો ટેકો છે. માર્જિનમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો.

આંધ્ર બેન્ક -
ઓપરેશનલી સારા આંકડા, પણ એસેટ ક્વૉલિટી ખરાબ થતાં નેગેટિવ અસર છે. ઊંચા પ્રોવિઝન્સને લીધે સતત બીજા ત્રિમાસિકમાં બેન્ક ખોટમાં છે. ત્રિમાસિક ધોરણે પ્રોવિઝન્સ લગભગ 50% વધ્યા.

ટાટા કમ્યુનિકેશન્સ -
સારા પરિણામ, ક્ષમતા મુજબ કંપનીએ કામ કરતાં માર્જિન સુધર્યા. વોઇસ કારોબારમાં નરમાશથી આવક ઘટી, પણ ડેટા કારોબાર સુધર્યો. મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ સાથે રૂપિયા 753નો લક્ષ્યાંક આપ્યો. મોર્ગન સ્ટેનલીના મતે માર્જિનમાં સારું પ્રદર્શન પોઝિટિવ સરપ્રાઇઝ છે.

ડૉ લાલ પેથલેબ્સ -
સારા પરિણામ, પણ માર્જિન ઘટતાં અસર મર્યાદિત રહેશે. આવક 26% અને નફો 17% જેટલો વધ્યા.

કૉફી ડે એન્ટરપ્રાઇઝીસ -
સેમ સ્ટોર સેલ્સ ગ્રોથમાં સારું પ્રદર્શન, 7.08% પર આંકડો. સતત 24મા ત્રિમાસિકમાં પોઝિટિવ સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે. સારા પરિણામ, નફો 57% જેટલો વધ્યો. મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ સાથે રૂપિયા 310નો લક્ષ્યાંક આપ્યો. મોર્ગન સ્ટેનલીના મતે નફો વધારવા કંપનીની પ્રભાવશાળી રણનીતિ છે.

હેલ્થકેર ગ્લોબલ -
ખરાબ પરિણામ, નફો 76% ઘટ્યો. માર્જિનમાં પણ ઘટાડો જોવા મળ્યો.