બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 08:51  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એચપીસીએલ/બીપીસીએલ/આઈઓસી -
કાચા તેલમાં અંદાજે 3% નો ઘટાડો. ડૉલર 80/બીબીઆઈની નજીક પહોંચ્યું. ઓઇલ માર્કેટીંગ કંપનીઓ પર થશે અસર.

આઈટીસી/થર્મેક્સ -
વાણિજ્ય મંત્રાલયે ચીનમાં એકસપોર્ટ વધારવા પૉલિસી તૈયાર કરી. સરકાર ચીનમાં અંદાજે 25% જેટલુ એકસપોર્ટ વધારશે. સોયા,દ્રાક્ષ,તમાકુ, ઇન્ડસ્ટ્રીયલ બોઇલર એકસપોર્ટ કરશે.

બેન્ક ઑફ બરોડા -
એમડી અને સીઈઓ પી એસ જયકુમારને એક્સટેન્શન મળ્યું. પી એસ જયકુમારને એક વર્ષનું એક્સટેન્શન મળ્યું.

ટીસીએસ -
વર્ષ દર વર્ષના આધાર પર કોન્સ્ટન્ટ કરન્સી ટર્મ મામલે આવક ગ્રોથ 11.5% પર છે. કંપની રૂપિયા 4 પ્રતિ શૅરનું વચગાળાનું ડિવિડન્ડ આપશે. આઈટી સર્વિસીઝનું એટ્રિશન રેટ 10.9% પર છે. બીએફએસઆઈ બિઝનેસ ગ્રોથ 6.1% પર છે. ડૉલર 100 મિલિયનને પારના 4 નવા ક્લાયન્ટ ઉમેર્યા.

કોલ ઇન્ડિયા -
મૅકવાયરીએ કોલ ઇન્ડિયા પર આઉટપર્ફોમરનું રેટિંગ યથાવત રાખ્યુ છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 335 પ્રતિશેર કર્યો. ડિસઈન્વેસ્ટમેન્ટ કરતા બાયબૅકની શક્યતા વધુ છે.