બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 17, 2019 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

માઇન્ડ ટ્રી -
માઇન્ડટ્રીમાં એલએન્ડટીનો હિસ્સો 26%ને પાર. ગુરુવારે ઓપન માર્કેટ દ્રારા એલએન્ડટીએ માઇન્ડટ્રીના 8.8 લાખ શેર્સ ખરીદ્યા. એલએન્ડટી હવે માઇન્ડટ્રીની બોર્ડ સીટ મેળવશે. ઓપન ઓફર માટે સેબીની મંજૂરીની રાહ છે.

એનબીએફસીએસ -
એનબીએફસીએસએ ચીફ રિસ્ક ઓફિસર નિમણૂંક કરવી પડશે. રૂપિયા 5,000 કરોડથી વધારે એસેટ વાળી એનબીએફસીએસને માટે જરૂરી. આરબીઆઈએ એનબીએફસીએસને આપ્યો ઓર્ડર. એનબીએફસીએસના રેટિંગ ડાઉનગ્રેડ પછી આરબીઆઈ કડક છે.

પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 24.5 ટકા વધીને 33 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝનો નફો 26.8 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝની આવક 34.1 ટકા વધીને 368.2 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝની આવક 274.5 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા 31 કરોડ રૂપિયાથી વધીને 38.4 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં પ્રાજ ઈન્ડસ્ટ્રીઝના એબિટડા માર્જિન 11.3 ટકા થી ઘટીને 10.4 ટકા રહ્યા છે.

જેકે ટાયર -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં જેકે ટાયરનો નફો 76.9 ટકા ઘટીને 34 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં જેકે ટાયરનો નફો 145.3 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં જેકે ટાયરની આવક 18.5 ટકા વધીને 2705.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં જેકે ટાયરની આવક 2284 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં જેકે ટાયરના એબિટડા 329.3 કરોડ રૂપિયાથી વધીને 261 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં જેકે ટાયરના એબિટડા માર્જિન 14.4 ટકા થી ઘટીને 9.6 ટકા રહ્યા છે.

એવિએશન/પેંટ્સ -
કાચા તેલમાં ઉછાળ. કાચા તેલમાં 2%થી વધુનો ઉછાળો છે. બ્રેન્ટ $73/બેરલને પાર છે. મધ્યપૂર્વમાં ચિંતા વધવાથી ક્રૂડમાં ઉછાળ છે. ઓએમસીએસ, પેન્ટ, એવિએશન શૅર્સમાં દબાણ શક્ય. ઑફશોર ઑઇલ કંપનીઓને ફાયદો શક્ય.

બજાજ ફિનસર્વ -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 31.7 ટકા વધીને 839 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વનો નફો 637 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વની આવક 43.5 ટકા વધીને 12994.5 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં બજાજ ફિનસર્વની આવક 9055.3 કરોડ રૂપિયા રહી હતી.

બજાજ ફાઇનાન્સ પર જેફરીઝ -
જેફરીઝે બજાજ ફાઇનાન્સ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 3100 થી વધારીને રૂપિયા 3600 નો કર્યો. ક્વાર્ટર4માં નફો અનુમાન કરતા સારો રહ્યો. એનઆઈએમ મજબુત કહેવાના કારણે નફામાં વધારો છે. અસેટ ક્વાલિટી સ્થિર રહી. નાણાકીય વર્ષ 20-21માં ઈપીએસ 8% વધવાની આશા છે.

બજાજ ફાઇનાન્સ પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે બજાજ ફાઇનાન્સ પર અંડરપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1600 થી વધારીને રૂપિયા 1930 કર્યો. પરિણામ સારા રહ્યા, કંસો લોન ગ્રોથ 41% પર છે. ક્વાર્ટર 4 માં ઈપીએસ 4-6% પર છે.

બજાજ ફાઇનાન્સ પર મોર્ગન સ્ટેન્લી -
મોર્ગન સ્ટેન્લીએ બજાજ ફાઇનાન્સ પર ઇક્વલવેઇટના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2600 થી વધારીને રૂપિયા 2950 નો કર્યો. એયુએમ 40% સુધી વધવામાં સફળ રહ્યું. અર્જિનનુ અનુમાન વધાર્યું. નાણાકીય વર્ષ 20-21નું ઈપીએસ વધારીને 9% કર્યું.

બજાજ ફાઇનાન્સ પર ડોઈશ બેન્ક -
ડોઈશ બેન્કે બજાજ ફાઇનાન્સ પર હોલ્ડના રેટિંગ યથાવત રાખ્યા. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2400 થી વધારીને રૂપિયા 2700 કર્યો. ગ્રોથ મજબુત રહેવામાં સફળ છે. એસેટ ક્વાલિટી પણ સારા રહ્યા. એયુએમ ગ્રોથ વાર્ષિક ધોરણે વધીને 41% પર છે. એનઆઈઆઈ વધીને 41% પર રહી.

હિતાચી -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં હિતાચીનો નફો 5 ટકા વધીને 42 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં હિતાચીનો નફો 40 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં હિતાચીની આવક 6 ટકા વધીને 665.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં હિતાચીની આવક 627.7 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં હિતાચીના એબિટડા 79.7 કરોડ રૂપિયાથી ઘટીને 77.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં હિતાચીના એબિટડા માર્જિન 12.7 ટકા થી ઘટીને 11.6 ટકા રહ્યા છે.