બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 12, 2019 પર 08:32  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ઈન્ડસઈન્ડ બેન્ક -
ભારત ફાઈનાન્સિયલ સાથેના મર્જર બાદના પરિણામ જાહેર થશે. લોન ગ્રોથ 30% થી વધારે રહેવાની આશા. મર્જરને કારણે NIM વધવાની આશા. સ્ટ્રેસ્ડ બૂક Q4FY19 1.9%, મર્જરને કારણે વધશે. GNPAમાં પણ સુધારો જોવા મળશે. સ્ટેન્ડઅલોન ધોરણે પ્રોવિઝન્સ ઊંચા રહેવાની આશા.

ડેન નેટવર્ક્સ -
નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ડેન નેટવર્ક્સનો નફો 11.2 કરોડ રૂપિયા થયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં ડેન નેટવર્ક્સનો 30.7 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં ડેન નેટવર્ક્સની આવક 0.3 ટકા વધીને 313 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ડેન નેટવર્ક્સની આવક 314 કરોડ રૂપિયા રહી હતી.

કેપીઆર મિલ્સ -
બજેટમાં 20% ટેક્સ પ્રસ્તાવ બાદ બાયબેક પાછું ખેચ્યું. ₹260 કરોડનું બાયબેક પ્લાન પાછું ખેચ્યું. સેબીને બાયબેક પાછું લેવાની આપી માહિતી.

એચડીએફસી પર સીએલએસએ -
સીએલએસએએ એચડીએફસી પર લક્ષ્યાંક રૂપિયા 2500 થી વધારીને રૂપિયા 2730 નો આપ્યો. ગ્રોથ ડ્રાઈવર વેલ્યુ થી વોલ્યુમ કર્યુ. ફોરેક્સ રિસ્કને હેડ્જ કરવામાં આવ્યું. હાઉસિંગ માંગના કારણે કંપની સારી દેખાય છે.