બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 23, 2019 પર 09:04  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ફ્યુચર રિટેલ/ફ્યુચર એન્ટરપ્રાઇઝ/ફ્યુચર નેટવર્ક/ફ્યુચર કંઝ્યુમર -
એમેઝોને ફ્યુચર કુપન્સમાં 49% હિસ્સો ખરીદ્યો. ફ્યુચર રિટેલની કંપની છે ફ્યુચર કુપન્સ. પ્રમોટર કંપની દ્વારા એમેઝોને ફ્યુચર રિટેલમાં હિસ્સો ખરીદ્યો. એમેઝોન પાસે પ્રમોટરનો સંપૂર્ણ હિસ્સો ખરીદવાનો વિકલ્પ. 3થી 10 વર્ષમાં હિસ્સો ખરીદવાનો વિકલ્પ.

ગ્લેનમાર્ક ફાર્મા -
ગ્લેનમાર્ક લાઇફ સાયન્સમાં 25-30% હિસ્સો વેચી શકે છે. API કારોબારમાં હિસ્સો વેચવા માટે PremjiInvestથી ચર્ચા. ગ્લેનમાર્ક લાઇફ સાયન્સમાં હિસ્સો વેચવાની ચર્ચા.

ગોડફ્રે ફિલિપ્સ/આઈટીસી -
આરોગ્ય મંત્રાલયે ઇ-સિગરેટ પર પ્રતિબંધનો મૂક્યો પ્રસ્તાવ. એક્ઝિક્યુટિવ ઓર્ડરથી પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ. જાહેર હિત માટે ઇ-સિગરેટ પર પ્રતિબંધનો પ્રસ્તાવ.

ઑટો/ઓટો એન્સિલરી પર ફોકસ -
ઓટો, એન્સિલરી કંપનીઓએ છટણી શરૂ કરી. અસ્થાયી કર્મચારીઓને દૂર કરવાનું શરૂ કર્યું. ટોયોટા મોટર્સ, હ્યુંડાઇએ ઉત્પાદન ઘટાડવાનું શરૂ કર્યું.

મેક્સ ફાઇનાન્શિયલ પર યુબીએસ -
યુબીએસે મેક્સ ફાઇનાન્શિયલ પર ખરીદારીના રેટિંગ આપ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 500 થી વધારીને રૂપિયા 550 નો આપ્યો. કિંમતમાં નકારાત્મકતા આવી શકે.

અદાણી પોર્ટ્સ પર સીએલએસએ -
સીએલએસએએ અદાણી પોર્ટ્સ પર લક્ષ્યાંક રૂપિયા 500 પર રાખ્યો. ખરાબ વૈશ્વિક વાતાવરણમાં સારી દિર્ઘદૃષ્ટી છે. ગેસિફિકેશનથી આવક વધશે.


અદાણી પોર્ટ્સ પર મેક્વાયરી -
મેક્વાયરીએ અદાણી પોર્ટ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 470 પર રાખ્યો. મુંદ્રા અને ધર્માથી સારો ગ્રોથ મળશે. દેવું ઓછું અને રોકાણકારને સારું વળતર છે.

ઈન્ડસઈન્ડ બેન્ક પર સીએલએસએ -
સીએલએસએએ ઈન્ડસઈન્ડ બેન્ક પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 2160 નો આપ્યો. ડિપોઝિટ ફ્રેન્ચાઈઝને મજબૂત કરવાની જરૂર છે. CD રેટમાં 130bpsનો ઘટાડો નોંધાયો. પરંતુ ક્રેડિટ કોસ્ટના નફામાં ઘટાડો આવ્યો. કેપિટલ વધે તો RoAનું રિસ્ક ઘટી શકે. ઓપરેશન્લી કંપની સારી દેખાય છે. પરંતુ અસેટ ક્વાલિટીથી અર્નિંગમાં ઘટાડો છે.