બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 13, 2019 પર 09:00  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ખાદીમ/લિબર્ટી/મિર્ઝા -
લેધર સેક્ટરને મોટી રાહત! નાણા મંત્રાલય, ઉદ્યોગ મંત્રાલયની વચ્ચે ચર્ચા. બન્ને મંત્રાલય વચ્ચે પ્રસ્તાવ પર ચર્ચા. વડાપ્રધાન કાર્યાલયમાં મોકલવામાં આવ્યો પ્રસ્તાવ. ઈન્ડસ્ટ્રીની માગને આધાર પર પ્રસ્તાવ તૈયાર. લેધર નિકાસ પર છૂટ, જીએસટીના ઘટાડા પર ફોકસ છે. ડ્યુટી ફ્રી આયાતમાં વધારો થવાની શક્યતા. કાચા માલ પર આયાતની મર્યાદા વધી શકે છે. ડ્યુટી ફ્રી આયાતની મર્યાદા 3%થી વધીને 5% થઈ શકે. ફૂટવિયરના કાચા માલ પર જીએસટી ઘટવાની શક્યતા છે. રૂપિયા 1000 થી વધુના ફૂટવિયર પર જીએસટી ઘટી શકે. ફૂટવિયર પર જીએસટી 18%થી ઘટીને 12% થવાની શક્યતા. નિકાસ વધારવા માટે મોટી રાહતની શક્યતા.

ડૉ.રેડ્ડીઝ -
વિશાખાપટ્ટનમના ડુવાડા પ્લાન્ટને ક્લીન ચીટ મળી. યુએસએફડીએ એ 21 જૂને તપાસ પર ઈઆઈઆર રજૂ કરી.

સ્ટીલ પર એચએસબીસી -
એચએસબીસીએ સ્ટીલ પર સ્ટીલ શેર્સ પર નબળી માંગ અને ભાવની અસર છે. ભાવ ઘટાડવામાં એન્ટિ-ડમ્પિંગ ડ્યૂટીની મદદ છે. ટાટા સ્ટીલ પર લક્ષ્યાંક રૂપિયા 520 થી ઘટાડીને રૂપિયા 410નો આપ્યો. જેએસડબ્લ્યુ સ્ટીલ પર લક્ષ્યાંક રૂપિયા 270 થી ઘટાડીને રૂપિયા 220 નો આપ્યો. સેલ પર લક્ષ્યાંક રૂપિયા 57 થી ઘટાડીને રૂપિયા 30 નો આપ્યો. જિંદાલ સ્ટીલ એન્ડ પાવર પર લક્ષ્યાંક રૂપિયા 190થી ઘટાડીને રૂપિયા 180 નો આપ્યો.

ગ્લેનમાર્ક પર સીએલએસએ -
સીએલએસએએ ગ્લેનમાર્ક પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 350 નો આપ્યો છે. એફસીએફ નેગેટિવ દેખાય છે.

એસઆરએફ પર આઈડીએફસી -
આઈડીએફસીએ એસઆરએફ પર લક્ષ્યાંક રૂપિયા 3347 નો રાખ્યો છે.