બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 20, 2019 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એચડીએફસી પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે એચડીએફસી પર લક્ષ્યાંક રૂપિયા 1,350 નો આપ્યો. ગ્રાહકો વધવાથી માર્કેટ શેર વધવાની આશા છે. મેનેજમેન્ટને નાણાકીય વર્ષ 20માં ગ્રાહક વધવાની આશા છે. નાણાકીય વર્ષ 20માં નેટ કન્ઝયુમર 6M થવાની આશા.

આઈટીસી પર સીએલએસએ -
સીએલએસએએ આઈટીસી પર લક્ષ્યાંક રૂપિયા 365 નો આપ્યો. ખરીદી માટે વેલ્યુએશન સારા દેખાય છે. નબળા મેક્રોથી જીએસટી ક્લેક્શન પર અસર છે. એર્જિંમાં ઘટાડો આવશે ભાવમાં વધારો થઈ શકે.

એવેન્યુ સુપરમાર્ટ પર ગોલ્ડમેન સૅક્સ -
ગોલ્ડમેન સૅક્સે એવેન્યુસુપરમાર્ટ પર લક્ષ્યાંક રૂપિયા 1816 નો આપ્યો. આઉટપર્ફોમથી ખરીદીની સલાહ આપી. વસ્તૃતી કરણમાં કંપની સારી દેખાય છે. કંપની ગ્રોહકોને ઓછા ભાવમાં વસ્તુઓ આપે છે. કંપનીનો પોટેન્શિયલ ગ્રોથ સારો છે.

પેજ ઈન્ડસ્ટ્રીઝ પર મેક્વાયરી -
મેક્વાયરીએ પેજ ઈન્ડસ્ટ્રીઝ પર લક્ષ્યાંક રૂપિયા 16000 નો આપ્યો. કોટન યાર્ન કાચા માલનો મુખ્ય ભાગ છે. કુલ રો મટિરિયલના 55% કોટન યાર્ન છે. ઈનરવેરમાં માગ 3 મહિનાથી નબળી રહી.

બેન્ક્સ/એનબીએફસીએસ -
નાણા મંત્રીએ બેન્ક, NBFCs માટે કેટલીક જાહેરાત કરી. નાણા મંત્રીએ કહ્યુ 31 માર્ચ 2020 સુધી MSME લોન NPA જાહેર નહી. સ્ટ્રેસ્ડ MSME લોનની રિસ્ટ્રક્ચરિંગ કરવામાં આવશે. બેન્કોનું ક્રેડિટ ગ્રોથ પર ફોક્સ રહેશે. દેવુ વહેચવા માટે થશે લોન મેળો. 29  સપ્ટેમ્બર સુધી 200 જીલ્લામાં લાગશે કેમ્પ. NBFCs, રિટેલ લોન માટે 400 જીલ્લા પર ફોક્સ છે.

ગોદરેજ કંઝ્યુમર -
ગોદરેજ વેસ્ટ આફ્રિકામાં હિસ્સો 90% થી વધારીને 95% કર્યો. મોરિશિયસ & ડાર્લિંગમાં પણ હિસ્સો 5% વધાર્યો. વધારાનો હિસ્સો ખરીદીમાં $1.38 કરોડ ડૉલરનું રોકાણ છે.