બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 18, 2019 પર 09:01  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બીએચઈએલ -
BHELનો હિસ્સો વેચવાની તૈયારીમાં સરકાર. BHEL એટલે ભારત હેવી ઈલેક્ટ્રોનિક લિમિટેડ. BHELના તબક્કામાં હિસ્સો 26% કરવાની યોજના છે. BHELમાં કેન્દ્ર સરકારની હિસ્સેદારી 63.17% છે. નોન-કોર મેન્યુફેક્ચરિંગ યુનિટનું ખાનગીકરણ પણ શક્ય. 4થી 5 એવા યુનિટ્સની ઓળખ કરવામાં આવી છે. વર્તમાન નાણાકીય વર્ષમાં યુનિટ્સનું ખાનગીકરણ શક્ય. નીતિ આયોગ અને PMOમાં ચર્ચા થઈ ગઈ છે.

એનએમડીસી -
NMDC નાગરનાર પ્લાન્ટ વેચવાની તૈયારીમાં છે. ઈન્ટરમિનિસ્ટ્રિયલ ગ્રુપની આજે મહત્વની બેઠક છે. સરકાર એસેટ વેલ્યુઅરની નિમણૂક કરી શકે છે. ટ્રાન્ઝેક્શન, લીગલ એડવાઈઝરની નિમણૂક થઈ શકે છે. છત્તીસગઢમાં NMDCનો નાગરનાર પ્લાન્ટ છે. સ્ટીલ પ્લાન્ટનું હાલ બાંધકામ થઇ રહ્યું છે. આવનાર 8-9 મહિનામાં કામ પૂર્ણ થશે. ખાનગી કંપની પાસે અંડર ક્નસ્ટ્રક્શન પ્રોજેક્ટ છે.

સાયન્ટ -
નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સાયન્ટનો નફો 8.5 ટકા વધીને 97.5 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સાયન્ટનો નફો 89.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સાયન્ટની રૂપિયામાં આવક 6.4 ટકા વધીને 1158.9 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સાયન્ટની રૂપિયામાં આવક 1089 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બરમાં સાયન્ટના એબિટડા 143.1 રૂપિયાથી વધીને 160.3 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં સાયન્ટના એબિટ માર્જિન 9.1 ટકાથી વધીને 9.6 ટકા રહ્યા છે.

એલએન્ડટી ઈન્ફોટેક -
નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકનો નફો 1.3 ટકા વધીને 360.4 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકનો નફો 355.7 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકની રૂપિયામાં આવક 3.4 ટકા વધીને 2570.7 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકની રૂપિયામાં આવક 2484.9 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર જુલાઈ-સપ્ટેમ્બરમાં એલએન્ડટી ઈન્ફોટેકના એબિટડા 396.8 રૂપિયાથી વધીને 399.4 રૂપિયા રહ્યા છે. જ્યારે ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં એલએન્ડટી ઈન્ફોટેકના એબિટ માર્જિન 61 ટકાથી વધીને 9.6 ટકા રહ્યા છે.