બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 08, 2019 પર 09:01  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


MSCI ઇન્ડિયા ઇન્ડેક્સમાં ફેરફાર -
26 નવેમ્બરે બજાર બંધ થયા બાદ થશે ફેરફાર લાગૂ. આઈજીએલ, ઇન્ફોએજ, એસબીઆઈ લાઇફ, સિમેન્સ ઇન્ડિયા, બર્જર પેન્ટ્સ, ડીએલએફ, એચડીએફસી એએમસી અને આઈસીઆઈસીઆઈ પ્રુ એમએસસીઆઈ ઈન્ડિયા ઈન્ડેક્સમાં થશે ઉમેરો. જ્યારે 27 નવેમ્બરથી વોડાફોન આઇડિયા, યસ બેન્ક, BHEL, ગ્લેનમાર્ક ફાર્મા, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ અને L&T ફાઇનાન્સ એમએસસીઆઈ ઈન્ડિયા માંથી બહાર થશે.

બીપીસીએલ -
નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં બીપીસીએલનો નફો 58.9 ટકા વધીને 1708 કરોડ રૂપિયાનો નફો રહ્યો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બીપીસીએલનો નફો 1075 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં બીપીસીએલની આવક 12.6 ટકા ઘટીને 64340.8 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં બીપીસીએલની આવક 76317.9 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં બીપીસીએલના એબિટડા 8.9 ટકાથી વધીને 2374.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષ 2020ના બીજા ક્વાર્ટરમાં બીપીસીએલના એબિટડા માર્જિન 2.86 ટકા થી વધીને 3.69 ટકા રહ્યા છે.

થાયરોકેર -
નાણાકિય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં થાયરોકેરનો નફો 38.6 ટકાથી વધીને 35 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકિય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં થાયરોકેરનો નફો 25.3 કરોડ રૂપિયાનો થયો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં થાયરોકેરની આવક 11.9 ટકા વધીને 116.2 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં થાયરોકેરની આવક 103.9 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર બીજા ક્વાર્ટરમાં થાયરોકેરના એબિટડા 43 કરોડ રૂપિયાથી વધીને 52.1 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં થાયરોકેરના એબિટડા માર્જિન 41.4 ટકાથી વધીને 44.8 ટકા રહ્યા છે.

રૅમન્ડના સ્ટોક પર ફોકસ -
કૉર લાઈફ સ્ટાઈલ બિઝનેસ અલગથી લિસ્ટ થશે. રૅમન્ડના બધા શૅર્સ પર નવી કંપનીનો એક શૅર મળશે. હાલની કંપની પાસે રિયલ્ટી, લેન્ડ બેન્ક, B2B શર્ટિંગ બિઝનેસ રહેશે. ઓટો કમ્પોનન્ટનો એન્જિનિયરિંગ બિઝનેસ હાલની કંપનીમાં રહેશે. ડેનિમ, FMCG બિઝનેસ પણ રૅમન્ડ પાસે રહેશે.

આઈજીએલ -
નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન આઈજીએલનો નફો 74.5% વધીને 381 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન આઈજીએલનો નફો 218.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન આઈજીએલની આવક 7.4% વધીને 1692.4 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન આઈજીએલની આવક 1576.1 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન આઈજીએલના એબિટડા 358.5 કરોડ રૂપિયાથી વધીને 392.6 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર બીજા ક્વાર્ટરમાં સ્ટેન્ડઅલોન આઈજીએલના એબિટડા માર્જિન 22.8 ટકાથી વધીને 23.2 ટકા રહ્યા છે.


આઈજીએલ પર બ્રોકરેજ હાઉસિસ -
સીએલએસએ એ આઈજીએલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 510 રાખ્યો છે. એડલવાઇઝે આઈજીએલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 448 રાખ્યો છે. મોર્ગન સન્ટેનલીએ આઈજીએલ પર ઑવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 414 રાખ્યો છે. સિટીએ આઈજીએલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 450 રાખ્યો છે.

UPLના મેનેજમેન્ટ કહ્યું -
8-10% આવક ગ્રોથ જોવા મળશે. 16-20% EBITDA ગ્રોથ જોવા મળશે. ₹3150-3500 કરોડનું દેવું ઘટાડ્યું. 100-110 દિવસની નેટ વર્કિંગ કેપિટલ છે. વર્ષ માટેનું કેપેક્સ ગાઈડન્સ ₹2000 કરોડ આપ્યું. ઊંચી વર્કિંગ કેપિટલ અને ફોરેક્સમાં થયેલા ફેરફારને કારણે દેવું વધ્યું. મેનજમેન્ટની અરિસ્ટા ઈન્ટીગ્રેશનના 1-3 વર્ષમાં તાલમેલ બેસાડવાની આશા છે. $100-350 મિલિયનથી વધુની આવકની આશા છે. $100-200 મિલિયનના ખર્ચની આશા છે. આ ત્રિમાસિકમાં કંપનીએ $27 મિલિયિનની ખર્ચ થયો.

UPL પર બ્રોકરેજ હાઉસિસ -
મોર્ગન સ્ટેનલીએ યુપીએલ પર ઑવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 759 રાખ્યો છે. સીએલએસએ એ યુપીએલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 720 રાખ્યો છે. સિટીએ યુપીએલ પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 770 રાખ્યો છે.

સન ફાર્મા પર બ્રોકરેજ હાઉસિસ -
સીએસએસએ એ સન ફાર્મા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 540 રાખ્યો છે. સિટીએ સન ફાર્મા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 540 રાખ્યા છે. મોર્ગન સ્ટેનલીએ સન ફાર્મા પર ઑવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 530 રાખ્યો છે. ક્રેડિટ સુઇસે સન ફાર્મા પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 450 રાખ્યો છે.