બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 05, 2018 પર 08:39  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એરલાઇન્સ કંપનીઓ પર નિયંત્રણ -
એરલાઇન્સના ભાડામાં નિયંત્રણ લગાવવાની ભલામણ છે. એવિએશન મંત્રાલયને નિયંત્રણ લગાવવાની ભલામણ કરી. એટીએફના ભાવ ઓછા થવાનો લાભ લોકોને નથી આપ્યો. કેન્સલેશન ચાર્જને બેઝ ફેરનો 50% રાખવામાં આવે. કંપનીઓને કન્ઝ્યુમર ફ્રેન્ડલી થવાની ભલામણ છે. જેટ એરવેઝ અને ઇન્ડિગોની ટીકા કરી. ગ્રાહકોનું શોષણ ન થવું જોઇએ. ફ્લાઇટ રદ થવા પર ટેક્સ, ફ્યુલ સરચાર્જ યાત્રીઓને પરત મળે. ચેક ઇન કાઉન્ટર્સની સ્થિતિ ખરાબ છે. સસ્તી ફ્લાઇટમાં ખાવા પીવાની સમસ્યા છે.

જૈન ઈરિગેશન/જૈન ઈરિગેશન ડીવીઆર/ઈપીસી ઈન્ડસ્ટ્રીઝ -
ડ્રીપ સિંચાઇ સંબંધિત મશીનો અને ટૂલ્સ પર ઘટી શકે છે જીએસટી. નાના ખેતરોમાં સિંચાઇ માટે ડ્રીપ સિંચાઇનો ઉપયોગ થાય છે. કૃષિ મંત્રાલય દ્વારા જીએસટી ઘટાડી 5% કરવાની ભલામણ. હાલમાં સ્પ્રિન્કલર્સ અને નોઝલ્સ પર 12% જીએસટી લાગે છે. 9 સપ્ટેમ્બરના રોજ આ વસ્તુઓ પર 18%થી ઘટાડીને 12% કરવામાં આવ્યો જીએસટી. કૃષિ મંત્રાલય દ્વારા 12% પર સહમત નથી, 5%ના પક્ષમાં છે.

ભારત ફોર્જ/રામક્રિષ્ન ફોર્જિંગ -
નોર્થ અમેરિકા ક્લાસ-8 ટ્રક ઓર્ડર્સમાં જોરદાર વૃદ્ધિ છે. વાર્ષિક ધોરણે 77%નો જંગી ઉછાળો, માસિક ધોરણે 15%ની વૃદ્ધિ છે. ભારત ફોર્જની 12% આવક ક્લાસ-8 ટ્રક ઓર્ડર્સથી છે. રામક્રિષ્ન ફોર્જિંગ્સ પણ ક્લાસ-8 ટ્રક સપ્લાઇ કરે છે.

જીએમ બ્રુઅરિઝ -
કંપનીએ રજૂ કર્યા ઘણા સારા પરિણામ. કંપનીનું વેચાણ 24% વધી રૂપિયા 434 કરોડ પર છે. કંપનીનો નફો 122% વધી રૂપિયા 9.9 કરોડથી રૂપિયા 22 કરોડ પર છે. માર્જિન્સ પણ 16 ટકાથી વધી 29 ટકા પર રહેતા જોવા મળ્યા.


સાઉથ ઈન્ડિયન બેન્ક -
રૂપિયા 20 કરોડના ફંડ એકત્ર કરવા બોર્ડ કરશે વિચાર. 9 જાન્યુઆરીએ બોર્ડ કરશે બેઠક.

વરૂણ બેવરેજીસ -
પેપ્સી સાથે માર્કેટિંગ, ડિસ્ટ્રિબ્યૂશન માટે કરાર કર્યો. ટ્રોપિકાના જ્યૂસ, ગેટોરેડ. ક્વેકર ડેરી પ્રોડક્ટ્સ માટે કરાર. કંપની પાસે મૅન્યુફેક્ચરિંગ અને સેલ્સના હક પહેલાંથી છે. અલગ-અલગ સેગ્મેન્ટ્સમાં કંપનીનો કારોબાર વધે એ માટે નિર્ણય.