બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 20, 2018 પર 08:49  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રિલાયન્સ પાવર -
પરિણામમાં નરમાશ, આવક 8% ઘટી. ફાઇનાન્સ ખર્ચ ઘટતાં નફાને ટેકો મળ્યો. સાસનનો પ્લાન્ટ લોડ ફેક્ટર 91% છે. બાંગ્લાદેશમાં 750 MW ગેસ બેઝ્ડ પાવર પ્લાન્ટ માટે રાહત છે. એશિયન ડેવલપમેન્ટ બેન્કે $583 Mnના ડેટ રિફાઇનાન્સિંગને મંજૂરી આપી. નોમુરાના મતે એબિટડા તેમના અનુમાન કરતાં 4-5% નીચે છે. ટૂંકાગાળે પરિણામ નબળા રહી શકે છે.

મહિન્દ્રા સીઆઈઈ -
જોરદાર પરિણામ, આવક-નફામાં જબરજસ્ત ઉછાળો છે. નફો લગભગ સવા બે ગણો થયો. માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો.

સાયન્ટ -
ચોથા ત્રિમાસિકમાં અનુમાન મુજબ સારી ગ્રોથ જોવા મળી. ડૉલર આવક 8.3% અને રૂપિયામાં આવક 3.4% વધી. નફામાં 35%નો ઉછાળો જોવા મળ્યો. સર્વિસિસ કારોબારમાં બે આંકડામાં ગ્રોથનું ગાઇડન્સ છે. કૅશ જનરેશન અને માર્જિન સુધારથી ગ્રોથને ટેકો આપવાનો પ્રયાસ છે.

શ્રી દિગ્વિજય સિમેન્ટ -
કંપનીએ રજૂ કર્યા સારા પરિણામ છે. કંપનીની આવક 81% વધી રૂપિયા 124.8 કરોડ પર રહી. એબિટડા અને માર્જિન્સમાં પણ ઉછાળો જોવા મળ્યો.

ફોર્ટિસ હેલ્થકેર -
હૉસ્પિટલ કારોબારની બોલીઓ માટે સ્વતંત્ર કમિટીનું ગઠન થશે. PwCના પૂર્વ ચૅરમૅન દીપક કપૂરની આગેવાનીમાં કમિટીનું ગઠન છે. એપ્રિલ 26 સુધીમાં રિપોર્ટ તૈયાર થશે. બોર્ડ સભ્યોમાં ફેરફારની FIIsની ભલામણ પર ચર્ચા થઈ. બોર્ડ સભ્યોમાં ફેરફાર શૅરહોલ્ડર્સની મંજૂરી બાદ અમલી થશે. KKRના ટેકાથી રેડિયન્ટે પણ લગાવી બોલી. રૂપિયા 165 પ્રતિશેર પર લગાવી બોલી, રૂપિયા 10,000 કરોડની ઑલ-કૅશ ડીલ ઑફર કરી. સહમતિ બાદ રેડિયન્ટની ડ્યુ ડિલીજન્સ તાત્કાલિક કરવાની પણ ઑફર છે.

એવેરેડી ઇન્ડસ્ટ્રીઝ -
કંપની પર સાંઠગાંઠના કેસ અંતર્ગત રૂપિયા 171 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો.

ભારત સીટ્સ -
કંપનીનો નફો 94% વધી રૂપિયા 7.76 કરોડ પર રહ્યો. માર્જિન્સ 4.4% થી વધી 7% પર, તો આવક પણ 13% વધી.

જેબી કેમિકલ્સ એન્ડ ફાર્મા -
દમણ પ્લાન્ટ બંધ કરવા માટે મળ્યો આદેશ. પૉલ્યુશન કંટ્રોલ કમિટી તરફથી કંપનીને આદેશ મળ્યો. પૉલ્યુશન કંટ્રોલ કમિટી તરફથી કંપનીને આદેશ મળ્યો.

સુંદરમ ફાઇનાન્સ -
રિલાયન્સ MFએ 3mln શૅર્સ રૂપિયા 151.65 પ્રતિશેર પર ખરીદ્યા. એનએસઈ પર બલ્ક ડીલ મારફત થયો કરાર.

યુનિપ્લાય -
મલાબાર ઇન્ડિયાએ 1.44mln શૅર્સ રૂપિયા 411 પ્રતિશેર પર ખરીદ્યો છે.

હાથવે -
ઓલ્ડ બ્રીજ મેનેજમેન્ટે રૂપિયા 39.50 પ્રતિશેર પર 16.46mln શૅર્સ ખરીદ્યા. મોર્ગન સ્ટેનલી એશિયાએ 17.95mln શૅર્સ રૂપિયા 39.50 પ્રતિશેર પર વેચ્યા.