બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 13, 2018 પર 08:36  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એચસીએલ ટેક -
રૂપિયા 1100 પ્રતિશેરના ભાવે 3.64 કરોડ શૅર્સ બાયબૅકને મંજૂરી. બોર્ડ દ્વારા 2.6 ટકા ઇક્વિટીના બાયબૅકને મંજૂરી. બાયબૅકની કુલ સાઇઝ 4000 કરોડ રૂપિયાની રહેશે.

ફોર્ટિસ હેલ્થકેર -
IHH હેલ્થકેરે ફોર્ટિસનો હૉસ્પિટલ કારોબાર ખરીદવા બોલી જીતી. પ્રેફરેન્શિયલ અલોટમેન્ટ મારફત રૂપિયા 4000 કરોડ જેટલું રોકાણ કરશે. રૂપિયા 170 પ્રતિશેરના ભાવે 23.52 કરોડ શૅર્સ ઇશ્યુ કરવામાં આવશે. કુલ 31.3% જેટલો હિસ્સો ખરીદશે IHH હેલ્થકેર. પ્રેફરેન્શિયલ અલોટમેન્ટ બાદ IHH ઑપન ઑફર લાવશે. ફોર્ટિસની લિક્વિડિટીની સમસ્યાનો ઉકેલ આવી શકશે.

સાયન્ટ -
ફ્લેટ ગ્રોથના અનુમાન કરતાં પરિણામ નબળા છે. ડૉલર આવક 2.3% ઘટી, માર્જિનમાં પણ લગભગ 2%ની નરમાશ છે. નફામાં 8%ના ઘટાડાના અનુમાન સામે 30%ની મોટી નરમાશ છે.

આઈઓસી/બીપીસીએલ/એચપીસીએલ -
જૂનમાં ઘટતાં ભાવને લીધે ફ્યુલ ડિમાન્ડ 8.6% જેટલી વધી. જૂનમાં કુલ ફ્યુલ વપરાશ વધીને 1.8 કરોડ ટન પર છે.

કોફી ડે -
આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 17.7 લાખ શૅર્સ રૂપિયા 270 પ્રતિશેર પર વેચ્યા.

ગાયત્રી પ્રોજેક્ટ્સ -
ગોલ્ડમેન શૅશ સિંગાપુરે રૂપિયા 180 પ્રતિશેર પર 25 લાખ શૅર્સ ખરીદ્યા.

નાથ બાયો -
મેન્ટર કેપિટલે 5 લાખ શૅર્સ રૂપિયા 480 પ્રતિશેર પર વેચ્યા.