બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 21, 2018 પર 08:48  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

પીએનબી -
ક્રિસિલ દ્વારા પીએનબી ઈન્ફ્રાના બોન્ડને ડાઉનગ્રેડ કરાયા. ટીયર-ટુ બોન્ડને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા. AA+થી રેટિંગ ડાઉનગ્રેડ કરી AAA કરાયું.

કેર -
કેરને સેબી તરફથી નોટિસ મળી. આઈએલએન્ડએફએસના ક્રેડિટ રેટિંગ મુદ્દે નિર્ણય નોટિસ મળી.

ભારતી ઈન્ફ્રાટેલ/ભારતી એરટેલ -
ભારતી ઇન્ફ્રાટેલ 59 કરોડ શેર વેચશે. નેટલ ઇન્ફ્રાને વેચશે શેર. ભારતી એરટેલના બોર્ડે શેર વેચવાની આપી મંજૂરી.

એબીજી શિપયાર્ડ -
લેણદારોએ લિબર્ટી હાઉસની બિડને નકારી. લેણદારોઓ એબીજી શિપયાર્ડ માટે ફરીથી બોલીની તરફેણમાં નથી.

આઈઓસી/એચપીસીએલ/બીપીસીએલ -
ક્રુડ માટે ભારત હવે પ્રીમિયમ નહીં આપે. ભારત ઓપેક દેશોથી ડિસ્કાઉન્ટમાં ક્રુડ ખરીદવાની તરફ.

ઈન્ફોસિસ -
નિલાંજન રોયને સીએફઓ તરીકે નિયુક્ત કર્યા. નિલાંજન રોય ભારતી એરટેલના ગ્લૉબલ સીએફઓ હતા.