બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 13, 2017 પર 08:35  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટીસીએસ -
અનુમાન કરતાં સારા પરિણામ, માર્જિન-નફામાં સુધારો. કંપનીની $ આવકમાં 3.2%નો વધારો થયો. કંપનીના નફામાં 8.4% અને આવકમાં 3.2%નો વધારો થયો.

ભારતી એરટેલ-ટાટા ટેલી -
ટાટા ટેલી કંઝ્યુમર મોબાઇલ કારોબાર ભારતી એરટેલમાં મર્જ કરશે. 19 સર્કલમાં ટાટા ટેલીના ગ્રાહકોનો લાભ એરટેલને મળશે. મર્જર કૅશ-ફ્રી ડેટ-ફ્રી, ટાટા ગ્રુપ ઋણ ચૂકવણીની જવાબદારી લેશે. ટાટાના ન ચૂકવેલા સ્પેક્ટ્રમનું ભારણ એરટેલ લેશે. ટાટા કમ્યુનિકેશન્સ ટાટા ટેલીના એન્ટરપ્રાઇઝ કારોબારને ખરીદશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રા -
નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાનો નફો 20.4% ઘટીને 2.69 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાનો નફો 3.38 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાના રૂપિયામાં આવક 14.7 ટકા ઘટીને 19.85 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાના રૂપિયામાં આવક 23.27 કરોડ રૂપિયા રહી હતી.

કેડિલા હેલ્થકેર -
ઝાયડસને Trazodone હાઈડ્રોક્લોરાઈડ માટે યુએસ એફડીએ પાસેથી મંજૂરી મળી. કંપનીની જેનેરિક દવા Trazodone હાઈડ્રોક્લોરાઈડ માટે મળી મંજૂરી.

શ્રીરામ ઈપીસી -
કંપનીને રૂપિયા 349 કરોડના ઓર્ડર મળ્યો. ગયા નગર નિગમ તરફથી પાણીના સપ્લાયને સુધારવાનો ઓર્ડર મળ્યો.

ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ -
ઑકનોર્થ બેન્કમાં 3 રોકાણકારોએ 16% હિસ્સો ખરીદ્યો. $203 Mnમાં આ હિસ્સો ખરીદવામાં આવ્યો. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગનો કુલ 30% જેટલો હિસ્સો ઑકનોર્થ બેન્કમાં છે. છેલ્લા 2 વર્ષમાં ઑકનોર્થ બેન્કના રોકાણ પર 3.8 ગણું રિટર્ન મળ્યું.

બિરલા સનલાઇફ -
બિરલા સનલાઇફ MFએ 17.5 લાખ શૅર ખરીદ્યા. રૂપિયા 463/શૅરના ભાવ પર થઇ ડીલ.