બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહના અંતિમ કારોબારી દિવસે, ફોક્સમાં રેહશે આ શેર

ના રોજ પ્રકાશિત Fri, 07, 2018 પર 08:59  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એચપીસીએલ/બીપીસીએલ/આઈઓસી -
ઓપેકની બેઠકમાં ઉત્પાદન કાપ પર નિર્ણય છે. ક્રૂડ $60ની નીચે પહોંચ્યું.

એચસીએલ ટેક -
આઈબીએમ સોફ્ટવેરના પસંદગીના સોફ્ટવેર ખરીદશે. $180 કરોડમાં આઈબીએમના પ્રોડક્ટ ખરીદશે. આઈબીએમ સાથેનો સોદો 2019ના મધ્યમાં પૂર્ણ થવાની આશા. સોફ્ટવેર કારોબારમાં મોટા પાયે ઉતરાની એચસીએલ ટેક ભારતની પ્રથમ કંપની છે.

એનટીપીસી/એસજેવીએન -
એનટીપીસી, એસજેવીએનએલનું મર્જર. પીએફસી, આરઈસી બાદ હવે એનટીપીસી, એસજેવીએનએલ મર્જર થશે. એસજેવીએનએલમાં સરકાર પોતાની સંપૂર્ણ હિસ્સેદારી એનટીપીસીને વેચશે. હિમાચલ સરકારે ઉઠાવેલા વાંધાને કારણે પ્રસ્તાવ અટક્યો છે. ટૂંક સમયમાં પ્રસ્તાવને આખરી ઓપ આપવામાં આવશે. એસજેવીએનએલમાં કેન્દ્ર સરકારની 63.79%, હિમાચલ સરકારની 26.85% ભાગિદારી છે.

એલટી ફૂડ્ઝ/જયશ્રી ટી/ગુજરાત અંબુજા એક્સપોર્ટ્સ/એન્ડ્રૂ યુલ -
નેશનલ પેન્શન સ્કીમના બદલાવને મંજૂરી. એનપીએસમાં જૂની સુવિધાઓ સામેલ છે. પીએફસી, આરઈસીના અધિગ્રહણ પ્રસ્તાવને મંજૂરી. એગ્રીકલ્ચર એકસપોર્ટ પૉલિસી 2018ને મંજૂરી છે. એગ્રો એકસપોર્ટને બે ગણું કરવાનો લક્ષ્યાંક છે. 2022 સુધીમાં એકસપોર્ટ $60 બિલિયન કરવાનો લક્ષ્યાંક છે. એગ્રી એકસપોર્ટ પૉલિસી માટે રૂપિયા 14,000 કરોડની મંજૂરી છે. ફાઇનાન્શિયલ ઇન્ટેલિજના મૉડલ કરારને મંજૂરી. અન્ય દેશ સાથે સમજૂતી માટે મૉડલ કરાર.

જેટ એરવેઝ -
પાયલટ્સની પગાર ચૂકવણીની તારીખો જાહેર કરી. ઓક્ટોબરનો 75% પગાર આ મહિને આપવામાં આવશે. ઓક્ટોબરનો 25% અને નવેમ્બરનો 75% પગાર જાન્યુઆરીમાં આપશે. નવેમ્બરનો 25%, જાન્યુઆરીનો 25%, ડિસેમ્બરનો આખો પગાર જાન્યુઆરીમાં આપશે. જાન્યુઆરીનો 75%, ફેબ્રુઆરીનો આખો પગાર માર્ચમાં આપશે. એપ્રિલથી પાયલોટને સમયસર પગાર આપશે જેટ.

ઝાયડસ વેલનેસ -
પ્રેફ્રેન્શિયલ ઇશ્યુ અને સિક્યોર્ડ એનસીડીએસના માધ્યમથી ફંડ એકત્ર કરશે. એનસીડીએસના માધ્યમ રૂપિયા 1500 કરોડ સુધી એકત્ર કરવાની મંજૂરી. પ્રેફ્રેન્શિયલ ઇશ્યુથી રૂપિયા 2575 કરોડ સુધી એકત્ર કરવાની મંજૂરી.

સન ટીવી -
સીએલએસએએ સન ટીવી પર ખરીદદારીની સલાહ છે. લક્ષ્યાંક રૂપિયા 870થી ઘટાડી રૂપિયા 770 કર્યો. નવી ચેનલના લોન્ચથી એડવર્ટાઇઝ રેવન્યુ વધશે.

સ્ટીલ ઈન્ડસ્ટ્રી -
સિટીએ સ્ટીલ ઈન્ડસ્ટ્રી પર 2019માં ચીનમાં સ્ટીલની કિંમતો સામાન્ય થશે. 2019માં ચીનની માગમાં -0.4%નો ઘટાડો આવશે. સપ્લાયમાં વધારો દેખાશે, એચઆરસી માર્જિનમાં દબાણ છે. જેએસડબ્લ્યૂ સ્ટીલ, ટાટા સ્ટીલ, એસઆઈએએલને ડાઉનગ્રેડ કર્યા.