બજાર » સમાચાર » આજનો વેપાર

આ સમાચારોમાં છે દમ, શેરોમાં જરૂર દેખાશે અસર

ના રોજ પ્રકાશિત Wed, 12, 2017 પર 08:40  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

કેર્ન ઈન્ડિયા/વેદાન્તા -
કેર્ન મર્જર માટે ફાઇનલ મંજૂરી મેળવી. શૅર સ્વૅપ માટે 27 એપ્રિલ નક્કી કરવામાં આવી. કેર્નના એક શૅરની સામે વેદાન્તાનો એક શૅર. કેર્નના શૅરધારકોને રૂપિયા 17.7નું વચગાળાનું ડિવિડન્ડ મળશે.

ઈન્ડોકો રેમેડીઝ -
યુએસએફડીએ દ્વારા ગોવા પ્લાન્ટને આપેલા વૉર્નિંગ લેટરની વિગત બહાર આવી. માર્ચના અંતમાં આ વૉર્નિંગ લેટર આપવામાં આવ્યો હતો. દવા માટેની લેખિત પ્રક્રિયાનું અનુકરણ કરવામાં બાંધછોડ. ક્વૉલિટી કંટ્રોલ માટેની પૂરતી વ્યવસ્થા નહીં. 2011માં થયેલી તપાસમાં મળેલી ખામીનું પુનરાવર્તન.

સાયન્ટ -
ક્રેડિટ સુઇસે આઉટપરફોર્મ રેટિંગ સાથે કવરેજ શરૂ કર્યું, લક્ષ્યાંક રૂપિયા 625.

સાયન્ટ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે સાયન્ટ પર આઉટપરફોર્મર રેટિંગ સાથે કવરેજ શરૂ તેના પર લક્ષ્યાંક રૂપિયા 625 રાખ્યો છે. એન્જિનિયરિંગ, કમ્યુનિકેશન્સ અને યુટિલિટીમાં કામકાજથી લાભ. આઈટીને લગતા પડકારોથી કંપનીને 15% થી પણ ઓછી અસર થાય છે. નાણાકીય વર્ષ 19 સુધીમાં માર્જિન 13.6% થી વધી 14.6% પર પહોંચી શકે છે. નાણાકીય વર્ષ 17-19 સુધીમાં ઈપીએસ પ્રતિવર્ષ 15%ના દરે વધતાં રિ-રેટિંગ થશે.

યસ બેન્ક -
છેલ્લા અમુક દિવસની તેજી વચ્ચે યસ બેન્ક પર બ્રોકરેજ હાઉસનો ભરોસો વધ્યો છે. સીએલએસએ દ્વારા ખરીદીની રેટિંગ સાથે લક્ષ્યાંક 1780 રૂપિયાથી વધારી 1920 રૂપિયા કરવામાં આવ્યો છે. ક્યુઆઈપીથી ઊભી થયેલી મૂડીને લીધે ગ્રોથ સુધરવામાં લાભ થશે એમ સીએલએસએ માને છે.

યુએસએલ/યુનાઈટેડ બ્રેવરિસ/રેડિકો ખેતાન -
લિકર સ્ટૉક્સ આજે પણ ઘટાડો બતાવી શકે. મધ્યપ્રદેશ બાદ છત્તીસગઢ સરકારે પણ જાહેર કર્યું છે કે રાજ્યમાં તબક્કાવાર દુકાનોમાં દારૂનું વેચાણ બંધ કરવામાં આવશે.

ન્યુલૅન્ડ લૅબ્સ -
ન્યુલૅન્ડ લૅબ્સ માટે પોઝિટિવ સમાચાર છે. યુએસએફડીએ તરફથી ન્યુરોલૉજિકલ ટ્રીટમેન્ટ માટેની દવાને મંજૂરી આપવામાં આવી છે. ટેવા ફાર્મા આ દવાનું ઉત્પાદન કરશે અને ટેવાને એપીઆઈ ન્યુલૅન્ડ લૅબ્સ તરફથી સપ્લાઇ કરવામાં આવશે.

રિલાયન્સ ડિફેન્સ -
રિલાયન્સ ડિફેન્સના પરિણામ ખરાબ રહ્યા છે. વાર્ષિક ધોરણે કંપની નફામાંથી ખોટમાં આવી છે. આ ત્રિમાસિકમાં ખોટ 140 કરોડ રૂપિયા પર રહી છે. જોકે કંપનીના એબિટડા અને માર્જિનમાં વધારો જોવા મળ્યો છે. માર્જિન 7 ટકાથી વધીને 11 ટકા પર પહોંચ્યા છે.

ગોવા કાર્બન -
ગોવા કાર્બનના પરિણામ સારા રહ્યા છે. નફો 0.4 કરોડ રૂપિયાથી વધીને 5.1 કરોડ રૂપિયા પર રહ્યો છે. જ્યારે આવક 13 ટકા જેટલી વધી છે. માર્જિન 2.8 ટકાથી વધીને 4.3 ટકા પર જોવા મળ્યા છે. 6.7 કરોડ રૂપિયાના ફોરેક્સ લાભની અસર નફા પર જોવા મળી છે.

આદિત્ય બિરલા નુવો/ગ્રાસિમ -
આદિત્ય બિરલા નુવો અને ગ્રાસિમના મર્જરને શૅરધારકો તરફથી મંજૂરી મળી ગઈ છે. સાથે જ AB નુવોમાંથી AB ફાઇનાન્શિયલ સર્વિસિસના ડિમર્જરને પણ મંજૂર કરવામાં આવ્યું છે. એબી ફાઇનાન્શિયલ સર્વિસિસને Q2 નાણાકીય વર્ષ 18 સુધીમાં અલગથી લિસ્ટ કરવામાં આવશે.

ટેલિકોમ કંપની -
ટેલિકોમ કંપનીઓ ફરી ફોકસમાં રહેશે. રિલાયન્સ જીયો દ્વારા ગઈ કાલે સમર સરપ્રાઇઝ ઑફર પૂરી થયા બાદ ધન-ધના-ધન ઑફર લૉન્ચ કરવામાં આવી છે. જીયો પ્રાઇમ સબસ્ક્રાઇબર્સને 3 મહિના માટે 309 રૂપિયામાં અનલિમિટેડ ડેટા ઑફર કરવામાં આવશે. 99 રૂપિયામાં નવું સબસ્ક્રિપ્શન લેનારાને પણ આ ઑફરનો લાભ મળશે.