બજાર » સમાચાર » આજનો વેપાર

આ સમાચારોમાં છે દમ, શેરોમાં જરૂર દેખાશે અસર

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 08:39  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ગેલ -
બોનસ શૅર્સ ઇશ્યૂ કરવા પર સોમવાર, 12 ફેબ્રુઆરીએ બોર્ડની બેઠક.

ઑરોબિન્દો ફાર્મા -
અનુમાન મુજબ પરિણામ, ટેક્સ ચૂકવણીને લીધે નફા પર અસર. આવક 11% વધી, માર્જિનમાં મામુલી સુધારો.

એશિયન પેઇન્ટસ -
એલઆઈસીએ કંપનીના 19.23 એમએલએન શૅર્સ એટલે કે 2% હિસ્સો ખરીદ્યો. એલઆઈસીએ મે 2017થી ફેબ્રુઆરી 2018 સુધીમાં આ ટ્રાન્ઝેક્શન કર્યા. હાલ એલઆઈસી નો કંપનીમાં હિસ્સો 5%થી વધી 7% થયો.

આઈજીએલ -
પીએનજી વોલ્યુમ સારું રહેતાં આવકની ગ્રોથ ઘણી મજબૂત. જોકે ગેસના ઊંચા ભાવને લીધે માર્જિન પર નેગેટિવ અસર. કુલ વોલ્યુમ ગ્રોથ 14% પર રહી.

હેક્ઝાવેર -
અનુમાન મુજબ પરિણામ, આવક અપેક્ષા કરતાં સારી. માર્જિનમાં ઘટાડો કર્મચારી પાછળ થયેલા વધુ ખર્ચને લીધે.

કલ્પતરૂ પાવર -
અનુમાન મુજબ પરિણામ જાહેર કર્યા. નફામાં 32%નો ઉછાળો, આવક પણ 25.6% વધી. માર્જિનમાં મામુલી સુધારો જોવા મળ્યો.

આઈઆરબી ઇન્ફ્રા -
નફો 12.5% વધ્યો, પણ આવકમાં 8% જેટલો ઘટાડો. એબિટડા અને માર્જિનમાં પણ નરમાશ જોવા મળી.

રિલાયન્સ ઈન્ફ્રા -
કંપનીને એનએચએઆઈ તરફથી રૂપિયા 1881 કરોડનો ઓર્ડર મળ્યો. કુલ 2 ઈપીસી ઓર્ડર માટે કરાર કર્યા. એનએચ2ના સિક્સ લેનિંગ માટેના આ બન્ને ઓર્ડર.

સીજી પાવર -
એનર્જી એફિશન્સી સર્વિસિસ લિમિટેડ તરફથી રૂપિયા 107 કરોડનો ઓર્ડર. ઓછા વોલ્ટેજની મોટર્સ સપ્લાઈ કરવા માટેનો ઓર્ડર.