બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

ના રોજ પ્રકાશિત Tue, 25, 2017 પર 08:33  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એમએન્ડએમ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે એમએન્ડએમ પર ન્યુટ્રલથી અપગ્રેડ કરી આઉટપરફોર્મરનું રેટિંગ આપ્યું. તેના પર લક્ષ્યાંક ₹1390થી વધારી ₹1500 કર્યો. ટ્રૅક્ટર કારોબારમાં ગ્રોથની ક્ષમતા પોઝિટિવ સરપ્રાઇઝ છે. નોટબંધી છતાં માર્ચમાં ટ્રૅક્ટર વોલ્યુમ 14% વધ્યું. વેલ્યુએશન મારૂતિ કરતાં 40% ડિસ્કાઉન્ટ પર છે.

રેલિસ ઈન્ડિયા -
ખરાબ પરિણામ, આવક અને નફામાં ઘટાડો જોવા મળ્યો.

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ -
ક્વાર્ટર 4 માં પણ મજબૂત પ્રદર્શન યથાવત. નવી લોન વધુ, નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં પણ મજબૂતી. ગ્રોસ NPAના આંકડામાં વધારો જોકે થોડી ચિંતા ઊભી કરી શકે.

સ્ટ્રાઇડ્સ શાસુન -
તમિલનાડુના કુડ્ડલોરમાં આવેલા પ્લાન્ટની યુએસએફડીએ દ્વારા તપાસ થઈ. તપાસમાં કોઈ અવલોકન જાહેર નથી થયા. યુએસમાં એપીઆઈ સપ્લાઇ આ પ્લાન્ટથી થાય છે. જો કે કંપનીના કહેવા પ્રમાણે આ પ્રકારની તપાસ નિયમિતપણે થાય છે.

બાયોકૉન -
બાયોકોન ફોકસમાં રહેશે. ગુરૂવારે પરિણામ સાથે કંપનીનું બોર્ડ બોનસ ઇશ્યુ કરવા પર જાહેરાત કરી શકે છે.

ન્યુક્લીયસ સોફ્ટવેર -
ન્યુક્લીયસ સોફ્ટવેરના આજે પરિણામ છે. સાથે જ કંપનીનું બોર્ડ બાયબૅક પર પણ અંતિમ નિર્ણય જાહેર કરશે.

ડીસીબી બેન્ક -
ડીસીબી બેન્ક આજે ફોક્સમાં રહેશે. બેન્કે ક્યૂઆઈપી લૉન્ચ કર્યું છે. જેની ફ્લોર પ્રાઇસ 177.39 રૂપિયા પ્રતિશૅર પર નક્કી કરવામાં આવી છે. ગઈ કાલે સ્ટૉકનું ક્લોઝિંગ 181.95 પર હતું.

કેર્ન ઇન્ડિયા -
વેદાંતા સાથે મર્જર અમલી થતાં કેર્ન ઇન્ડિયામાં ટ્રેડિંગનો આજે છેલ્લો દિવસ છે.. આવતી કાલથી શૅરમાં કારોબાર નહીં કરી શકાય.

ટાટા પાવર -
ટાટા પાવરમાં એક્શન દેખાઈ શકે. મુંદ્રા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગ્રુપની અન્ય કંપનીઓમાંથી ટાટા પાવર અમુક હિસ્સો વેચી શકે છે. ટાટા પાવર ગ્રુપની સાત લિસ્ટેડ કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. વેલ્યુએશનને ટેકો મળે એ માટે કંપની આ નિર્ણય લઈ શકે.