બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

ના રોજ પ્રકાશિત Thu, 14, 2017 પર 08:40  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બીપીસીએલ/એચપીસીએલ/આઈઓસી -
સરકાર પેટ્રોલ, ડિઝલના ભાવ પર સમિક્ષા નહી કરે. મોર્ગન સ્ટેનલીનો પોઝિટિવ મત યથાવત. આઈઓસી પર રૂપિયા 571, બીપીસીએલ પર રૂપિયા 597 અને એચપીસીએલ પર રૂપિયા 543નો લક્ષ્યાંક છે. સરકાર તરફથી દખલઅંદાજી ન થવી કારોબારને ટેકો આપશે. રિફાઇનિંગ માર્જિનમાં પરફોર્મન્સ સારું લાગે છે.

ઇન્ટરગ્લોબ એવિએશન -
ક્યૂઆઈપી મારફત કંપની રૂપિયા 3950 કરોડ ઊભા કરશે. ક્યૂઆઈપી માટે ફ્લોર પ્રાઇસ રૂપિયા 1125-1175 નક્કી કરી. રૂપિયા 2560 કરોડનો પ્રાઇમરી ઇશ્યુ હશે, જ્યારે સેકન્ડરી ઇશ્યુ મારફત રૂપિયા 1320 કરોડ ઊભા કરશે. કંપની પર લગભગ રૂપિયા 2500 કરોડનું ઋણ.

એસએમએસ ફાર્મા -
નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં એસએમએસ ફાર્માનો નફો 119% વધીને 9.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2017 ના પહેલા ક્વાર્ટરમાં એસએમએસ ફાર્માનો નફો 4.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2018 ના પહેલા ક્વાર્ટરમાં એસએમએસ ફાર્માની આવક 43% વધીને 132 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2017 ના પહેલા ક્વાર્ટરમાં એસએમએસ ફાર્માની આવક 92.5 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એસએમએસ ફાર્માના એબિટડા 15.2 કરોડ રૂપિયાથી વધીને 19.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં એસએમએસ ફાર્માના એબિટડા માર્જિન 16.4% થી ઘટીને 14.9% રહ્યા છે.

દીપક ફર્ટિલાઇઝર -
એમોનિયમ નાઇટ્રેટ પર 5 વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવામાં આવી. $60.35/ટન સુધી એન્ટી ડમ્પિંગ ડ્યૂટી લગાવામાં આવશે. રશિયા,ઇન્ડોનેશિયા,જોર્જિયા,ઇરાનથી ઇમ્પોર્ટ ડ્યૂટી.

થર્મેક્સ -
ગ્રુપ બેગના એક્સપોર્ટનો $43 મિલીયનનો કંપનીને કોન્ટ્રેક્ટ મળ્યો.

ટાટા કેમિકલ્સ -
હલ્દિયામાં ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર કારોબાર વેચી શકે છે. નેધરલેન્ડની ઇંડોરામા સાથે કરારની વાત આગળ વધી. રૂપિયા 400-500 કરોડમાં થઇ શકે છે કરાર.