બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

ના રોજ પ્રકાશિત Wed, 07, 2018 પર 08:46  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


હિરો મોટોકોર્પ -
સારા પરિણામ, અનુમાન મુજબ કંપનીનું પરફોર્મન્સ. 16% વોલ્યુમ ગ્રોથને લીધે આવકમાં સારો ઉછાળો. કાચામાલના ભાવ વધતાં માર્જિનમાં નરમાશ રહી. કંપનીને બે આંકડામાં વોલ્યુમ ગ્રોથનો વિશ્વાસ. માર્કેટ શૅરમાં સતત સુધારો, સ્પેર પાર્ટ્સ કારોબાર પણ સુધર્યો.

આરઈસી -
નબળા પરિણામ, પ્રોવિઝનિંગમાં વાર્ષિક ધોરણે જંગી ઉછાળો. નફો 15% ઘટ્યો, વ્યાજની આવકમાં પણ નરમાશ. ગ્રોસ અને નેટ એનપીએમાં પણ ઉછાળો જોવા મળ્યો.

ગુજરાત આલ્કલીઝ -
કૉસ્ટિક સોડાના વધેલા ભાવથી આવકમાં ઉછાળો. માર્જિનમાં પણ રિકવરી જોવા મળી. નફો અઢીગણો થયો, આવકમાં પણ 27% વધારો.

કેઈસી ઇન્ટરનેશનલ -
ખૂબ જ સારા પરિણામ, મોટું આઉટપરફોર્મન્સ છે. આવક રૂપિયા 2400 કરોડ પર, અનુમાન રૂપિયા 2200 કરોડનું હતું. માર્જિન પણ પોઝિટિવ સરપ્રાઇઝ, વધીને 10.2% પર છે. મૅનેજમેન્ટના ગાઇડન્સ મુજબના પરિણામ.

બજાજ ઇલેક્ટ્રિકલ/પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ -
કંપનીઓને મળ્યો મોટો ઓર્ડર. બજાજ ઇલેક્ટ્રિકલ્સને $4.1mlnનો ઓર્ડર મળ્યો. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝને રૂપિયા 16.75 કરોડનો બીપીસીએલ ઓર્ડર મળ્યો. મૅક્નેલી ભારતને પણ રૂપિયા 68.3 કરોડનો ઓર્ડર મળ્યો. કેઈસી ઇન્ટરનેશનલને રૂપિયા 2035 કરોડ મળ્યો.