બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

ના રોજ પ્રકાશિત Thu, 08, 2018 પર 08:36  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એલએન્ડટી ફાઈનાન્સ -
કંપનીએ રૂપિયા 1000 કરોડ ક્યૂઆઈપી ઇશ્યૂ કરી. પ્રમોટર્સને રૂપિયા 2000 કરોડના શૅર્સ ઇશ્યૂ કરવામાં આવ્યા.

આઈડિયા સેલ્યુલર/રિલાયન્સ/રિલાયન્સ કૉમ્યુનિકેશંસ/ભારતી એરટેલ -
કેબિનેટ દ્વારા ટેલિકોમ ક્ષેત્રના સ્પેક્ટ્રમ નિયમોને સરળ કરાયા. સ્પેક્ટ્રમનું પેમેન્ટ 10ની જગ્યાએ 16 વર્ષમાં કરવાની મંજૂરી આપી. એક બેન્ડમાં સ્પેક્ટ્રમ કૅપ 25%થી વધારી 35% કરવામાં આવ્યું.

ટાટા સ્ટીલ/ભૂષણ સ્ટીલ -
ટાટા સ્ટીલે ભૂષણ સ્ટીલ માટે સૌથી ઓછી બોલી લગાવી. કંપનીને ઔપચારિક જાણકારી આપવામાં આવી. કંપનીએ ભૂષણ સ્ટીલ માટે રૂપિયા 35,000 કરોડની બોલી લગાવી.

એમટેક ઑટો -
લિબર્ટી હાઉસ એમટેક ઑટોના એસેટ H1 માટેના બિડર છે. સંજીવ ગુપ્તાના ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ જીએફજી અલાયન્સનો ભાગ છે. એમટેક ઑટોના પ્લાન્ટ ભારત,જાપાન,થાઇલેન્ડ અને સ્પેનમાં છે. કંપનીમાં 6000 લોકો કાર્યરત છે.

ગાયત્રી પ્રોજેક્ટ્સ -
કંપનીની બોર્ડ બેઠક 12 માર્ચના યોજાશે. ક્યૂઆઈપી મારફતે શૅર્સ ઇશ્યૂ કરવા પર થશે ચર્ચા.

સ્ટ્રાઇડ્સ શાસુન -
કંપની લોન્ચ કરશે રેનીટીડિન દવાઓ. ઝેન્ટેકની જેનરિક દવા ઓવર ધ કાઉન્ટર મળશે. USમાં આ દવા 75MGની છે. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન માટે દવા 150 અને 300 એમજીની હશે. ઓવર ધ કાઉન્ટર માટે દવા 75 અને 150 MGની હશે. દવાનો ઉપયોગ પેટ અને આંતરડા દુખાવામાં કરવામાં આવે છે.

જેટ એરવેઝ/સ્પાઇસ જેટ/ઈન્ડિગો -
કૉમ્પિટિશન કમિશન દ્વારા એરલાઇન્સને દંડ ફટકાર્યો. ફ્યુઅલ સરચાર્જમાં સાંઠગાંઠના આરોપમાં જેટ પર રૂપિયા 39 કરોડનો દંડ છે. ઇન્ટરગ્લોલ એવિએશન પર રૂપિયા 9.4 કરોડનો દંડ છે. સ્પાઇસ જેટ પર રૂપિયા 5.1 કરોડનો દંડ છે.

સંધાઇ ઈન્ડસ્ટ્રીઝ -
રૂપિયા 256 કરોડના એનસીડી ઇશ્યૂને મંજૂરી મળી.