બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

ના રોજ પ્રકાશિત Tue, 09, 2018 પર 08:54  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એનએલસી ઈન્ડિયા -
આજે બોર્ડ બેઠકમાં બાયબેક પર નિર્ણય. કોલ ઈન્ડિયા સાથે જેવી કર્યું. 3000 MWનો સોલાવર પાવર જનરેશનનો પ્રોજેક્ટ કરશે. 2000 MW કેપેસિટી વાળા થર્મલ પાવર પ્રોજેક્ટ શરૂ કરશે.

અશોક લેલેન્ડ -
મોર્ગન સ્ટેનલીએ કંપની પર આપ્યો મત. એમએન્ડએચસીવી સેગમેન્ટમાં સૌથી પ્રીફર્ડ પ્લેયર.

એચડીએફસી/ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ/ડીએચએફએલ/ગૃહ ફાઈનાન્સ/હુડકો -
નેશનલ હાઉસિંગ બેન્કે કંપનીઓને રિફાઈનાન્સ કરવાની મર્યાદા વધારી છે. એનએચબીએ મર્યાદા વધારીને રૂપિયા 30,000 કરોડની કરી. લિક્વિડિટી ઓછી હોવાને કારણે લીધો નિર્ણય. જુલાઈમાં 2018-2019 માટે આ ટાર્ગેટ રૂપિયા 24,000 કરોડનો રાખ્યો હતો.

ટાટા મોટર્સ -
ટાટા મોટર્સ રિટેલ વેચાણ 12.3% ઘટ્યું. જેગુઆર વેચાણ 4.4% વધ્યું. લેન્ડ રોવર વેચાણ 18.8% ઘટ્યું.

એચપીસીએલ/બીપીસીએલ/આઈઓસી -
પેટ્રોલ-ડિઝલમાં રૂપિયા 01નો કાપ કંપનીના પરિણામ પર નેગેટીવ અસર કરશે. ક્રિસીલ મુજબ ડિસેમ્બર કવાટરમાં કંપનીના સહયારા નફામાં રૂપિયા 3200 કરોડોનો ફટકો પડશે.

બ્રિટાનિયા -
કંપની શેરહોલ્ડરને બોનસ એનસીડીએસ આપશે. રૂપિયા 8.69 અબજના એનસીડીએસ મળશે. પ્રતિ શેર દીઠ રૂપિયા 30ની ફેસ વેલ્યુ ધરાવતો એક એનસીડી મળશે.


શોભા લિમિટેડ -
શોભા લિમિટેડ પર મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ છે. ઓવરવેઈટ કોલ આપી લક્ષ્યાંક રૂપિયા 605 રાખ્યો. કેરળ પૂર છતાં ક્વાર્ટર 2માં મજબૂત ગ્રોથ જોવા મળશે. નવા લોન્ચથી સેલ્સમાં પણ ઉછાળો જોવા મળશે.

મધરસન સુમી -
UK અને યુરોપથી નબળી માગ. WLTP ફયુલ એમિસન નિયમની અસર. WLTP -વર્લ્ડ વાઇડ હાર્મનાઇઝડ લાઇટ વ્હીકલ ટેસ્ટ.

સદભાવ ઈન્ફ્રા -
એનએચએઆઈ સામે રૂપિયા 110.5 કરોડનો આર્બિટ્રેશન જીતી ગયા.