બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Wed, 27, 2019 પર 08:25  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અલ્હાબાદ બેન્ક/કોર્પોરેશન બેન્ક/ધનલક્ષ્મી બેન્ક -
3 બેન્ક પીસીએ માંથી બહાર. અલ્હાબાદ બેન્ક અને કોર્પોરેશન બેન્ક પીસીએમાંથી બહાર આવી. ધનલક્ષ્મી બેન્ક પીસીએમાંથી બહાર આવી. નવી મૂડી આવતી શરતો સાથે આરબીઆઈએ પીસીએમાંથી બહાર મૂકી.

સિમેન્ટ સેક્ટર -
ડૉઇશ બેન્કે રેમ્કો સિમેન્ટ પર લક્ષ્યાંક રૂપિયા 630 થી વધારીને રૂપિયા 750 કર્યો. રામ્કો સિમેન્ટનુ દક્ષિણમાં 70% વોલ્યુમ. નાણાકીય વર્ષ 19-21માં ઇપીએસ સીએજીઆર 32% સુધી વધવાની આશા. ડૉઇશ બેન્કે એસીસી પર લક્ષ્યાંક રૂપિયા 1710 થી વધારીને રૂપિયા 1760 કર્યો. એસીસીનું દક્ષિણમાં 20% વેચાણ. સીવાય18-20માં ઇપીએસ સીએજીઆર 22% સુધી વધવાની આશા. ડૉઇશ બેન્કે દાલ્મિયા ભારત પર લક્ષ્યાંક રૂપિયા 1,305થી વધારીને રૂપિયા 1310 કર્યો. સારા પ્રદશનથી દાલ્મિયા ભારત સારુ દેખાયુ.

સનોફી ઈન્ડિયા -
2018 માટે રૂપિયા 66 પ્રતિશેર ડિવિડન્ટને બોર્ડની મંજૂરી. બોર્ડે 7 મે 2019માં એજીએમ રાખવા માટે મંજૂરી આપી.

મેક્સ ઈન્ડિયા -
મેક્સ બૂપામાં 51% હિસ્સો વેચવા બોર્ડે મંજૂરી આપી. મેક્સ બૂપામાં પૂરી હિસ્સેદારી રૂપિયા 510 કરોડમાં વેચશે કંપની. એન્ટરપ્રાઈઝ વેલ્યુ રૂપિયા 1,001 કરોડ છે. મેક્સ બૂપાની ડીલ નાણાકીય વર્ષ 20માં પુરી થશે.

પેનેશિયા બાયો -
લેન્ડર્સ કન્સોર્શિયમ સાથે એક વખતના સેટલમેન્ટને બોર્ડે આપી મંજૂરી. રૂપિયા 864 કરોડના એનસીડીએસ લાવી શકે છે. રિયલ એસ્ટેટ સેક્ટરના બિઝનેસને ડિમર્જ કરી શકે છે કંપની. અથવા કંપની 128 કરોડના વોરન્ટ્સ પણ ઈશ્યુ કરી શકે છે.