બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

ના રોજ પ્રકાશિત Tue, 14, 2019 પર 08:25  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એસઆરએફ -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એસઆરએફનો નફો 54.1 ટકા વધીને 190.9 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એસઆરએફનો નફો 123.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં એસઆરએફની આવક 28.5 ટકા વધીને 2072 કરોડ રૂપિયા પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં એસઆરએફની આવક 1612.3 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસઆરએફના એબિટડા 279 કરોડ રૂપિયાથી વધીને 387.9 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં એસઆરએફના એબિટડા માર્જિન 17.3 ટકા થી ઘટીને 18.7 ટકા રહ્યા છે.

આઈટીસી પર ડૉઈશ બેન્ક -
ડૉઈશ બેન્કે આઈટીસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 350 થી વધારીને રૂપિયા 375 કર્યો. વોલ્યુમ અને માર્જિનમાં સુધારો દેખાયો. સિગરેટ વોલ્યુમ ગ્રોથમાં 8% નો વધારો થયો. સિગરેટ માર્જિનમાં 73bpsનો ઘટાડો. FY19-22 સુધીમાં CAGR 15% વધશે.

આઈટીસી પર મેક્વાયરી -
મેક્વાયરીએ આઈટીસી પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 376 નો આપ્યો. ક્વાર્ટર 4 માં વોલ્યુમ ગ્રોથ 9% પર છે. FMCGમાં આવક ગ્રોથ મજબુત દેખાય છે. FY21માં EPS 1.5% વધવાની આશા છે.

આઈટીસી પર સિટી -
સિટીએ આઈટીસી પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 360 થી વધારીને રૂપિયા 370 કર્યો. EPS 1-3% વધવાની આશા છે.

આઈટીસી પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે આઈટીસી પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 360 થી વધારીને રૂપિયા 370 કર્યો. FY20-21માં અર્જિંગ 2% ઘટવાની આશા. સિગરેટ EBIT ગ્રોથ 12-13% વધી શકે.

આઈટીસી પર સીએલએસએ -
સીએલએસએ એ આઈટીસી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 400 નો આપ્યો છે. સિગરેટ વોલ્યુમ ગ્રોથમાં 8%નો વધારો. સિગરેટ વોલ્યુમ ગ્રોથ અનુમાન કરતા સારા છે. સિગરેટ EBIT ડબલ ડિજીટ પર દેખાઈ.

આઈટીસી પર જેફરીઝ -
જેફરીઝે આઈટીસી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 360 નો આપ્યો. Q4માં આવકમાં મામુલી વધારો. એબિટડા અનુમાન પ્રમાણે રહ્યા.

આઈટીસી પર મોર્ગન સ્ટેનલી -
મોર્ગન સ્ટેનલીએ આઈટીસી પર ઑવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 320 નો આપ્યો છે. સિગેરેટ વોલ્યુમ ગ્રોથ અનુમાન કરતા સારા છે. સિગેરેટ EBIT ગ્રોથમાં 10%નો વધારો છે.