બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Tue, 28, 2019 પર 08:38  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


ઇન્ટરગ્લોબ એવિએશન પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ઇન્ટરગ્લોબ એવિએશન પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1800 રાખ્યો છે.

ઇન્ટરગ્લોબ એવિએશન પર સિટી -
સિટીએ ઇન્ટરગ્લોબ એવિએશન પર વેચવાલી યથાવત રાખી છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1000 થી વધારી રૂપિયા 1300 કર્યો.

એલટી ફૂડ્ઝ/જયશ્રી ટી/ફ્યુચર કંઝ્યુમર/કોહિનુર ફુડ્ઝ/મિર્ક ઈલેક્ટ્રોનિક/ટીવીએસ ઈલેક્ટ્રોનિક/બીપીએલ/એચબીએલ પાવર -
વિદેશી રોકાણકારોને ટેક્સ રાહત મળી શકે છે. વિદેશી રોકાણ વધારવા ઉદ્યોગ મંત્રાલયે તૈયાર કર્યો પ્રસ્તાવ. ઇલેક્ટ્રોનિક્સ, ફ્રૂડ પ્રોસેસિંગ અને કેમિક્લ સેક્ટર પર ખાસ ફોક્સ. સેક્ટરની જરૂરીયાત પ્રમાણે ટેક્સ રાહત આપવાનો પ્રસ્તાવ. વિયેતનામની જેમ ટેક્સ રાહત માટે પ્રસ્તાવ. વિયેતનામમાં વિદેશી રોકાણકારોને રાહત દરે કોર્પોરેટ ટેક્સ. વિયેતનામમાં વિદેશી રોકાણકારોને 4 વર્ષ સુધી ઈન્કમ ટેક્સમાં છૂટ છે. 4 વર્ષ પછી પણ 50 ટકા ટેક્સ ડિડક્શનની જોગવાઇ. ઉદ્યોગ મંત્રાલયનો દાવો, ટેક્સ રાહત મળવાથી વિદેશી રોકાણ વધશે. ટેક્સ રાહત મળવાથી વિદેશી રોકાણ 100 અબજ ડૉલર થઇ શકે છે.

ગેલ પર નોમુરા -
નોમુરાએ ગેલ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 465 રાખ્યો છે.

ગેલ પર યુબીએસ -
યુબીએસે ગેલ પર વેચવાલી યથાવત રાખી છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 335 રાખ્યો છે.

ગેલ પર મેક્વાયરી -
મેક્વાયરીએ ગેલ પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 440 રાખ્યો છે.

ગેલ પર સિટી -
સિટીએ ગેલ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 370 રાખ્યો છે.

ઈમામી -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ઈમામીનો નફો 6.8 ટકા ઘટીને 56.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ઈમામીનો નફો 60.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ઈમામીની આવક 3.7 ટકા વધીને 639.6 કરોડ રૂપિયા પર થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ઈમામીની આવક 617 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ઈમામીના એબિટડા 173.3 કરોડ રૂપિયાથી ઘટીને 154.7 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ઈમામીના એબિટડા માર્જિન 28.1 ટકા થી ઘટીને 24.2 ટકા રહ્યા છે.

ઈમામી પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ઇમામી પર લક્ષ્યાંક રૂપિયા 480 થી ઘટાડીને રૂપિયા 435 કર્યો. નાણાકીય વર્ષ 20-21નું ઈપીએસ 6-8% ઘટાડ્યું. આવક ગ્રોથ 8-10% વધશે. હાલના લેવલમાં વેલ્યુએશન સારા દેખાય છે. કંપનીનુ નબળુ પરિણામ યથાવત રહ્યું.

ઈમામી પર સીએલએસએ -
સીએલએસએએ ઇમામી પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 520 થી ઘટાડી રૂપિયા 450 કર્યો. વોલ્યુમ ગ્રોથમાં દબાણ છે. નાણાકીય વર્ષ 19-21 માટે ઈપીએસ ઘટાડી 6-7% કર્યા.

કોલગેટ પર સીએલએસએ -
સીએલએસએએ કોલગેટ પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1575 થી ઘટાડીને રૂપિયા 1400 કર્યો. સ્થાનિક વોલ્યુમ અનુમાન પ્રમાણે રહ્યું. ઈપીએસ 3-4% ઘટવાની આશા છે.

કોલગેટ પર ક્રેડિટ સુઈસ -
ક્રેડિટ સુઈસે કોલગેટ પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1500 થી ઘટાડી રૂપિયા 1450 કર્યો. FY20-21માં અર્નિંગ 3-4% ઘટી શકે.

કોલગેટ પર યુબીએસ -
યુબીએસે કોલગેટ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 1400 નો રાખ્યો છે. હર્બલમાં કંપની સારી સ્થિતીમાં છે.

કોલગેટ પર સિટી -
સિટીએ કોલગેટ પર નેચરલના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર સ્થાનિક વોલ્યુમ ગ્રોથ 5% પર રહ્યું. વોલ્યુમ ગ્રોથ અનુમાન પ્રમાણે રહ્યું.