બજાર » સમાચાર » આજનો વેપાર

આ શેરોની થશે આજે બજાર પર અસર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 11, 2016 પર 08:38  |  સ્ત્રોત : Moneycontrol.com

શેરો પર દાવ લગાવો સખ્ત ચુનોતી અને જોખમ ભર્યુ કામ છે. આમા આ વાતને લઈને સંશયની સ્થિતી બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

સન ફાર્મા -
Alendronate Sodium દવાની ક્લાસ 2ને રિકોલ કરી.

યુરોપમાં એક્સપોઝર + -
યુરો વિસ્તાર મોંઘવારીમાં વધારો અનુમાન કરતા ઓછો. ટાટા સ્ટીલ, વેદાન્તા, હિન્ડાલ્કો અને ટાટા મોટર્સ માટે પોઝિટિવ.

રેટિંગ ડાઉનગ્રેડ -
ક્રિસિલે આઠ પબ્લિક સેક્ટર બેન્કસનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું. પાંચ બેન્ક્સનું આઉટલુક નેગેટિવ કર્યું. ક્રિસિલે રેટિંગ ડાઉનગ્રેડ કર્યું બેન્ક ઑફ ઇન્ડિયા AA+, સેન્ટ્રલ બેન્ક AA-, કોર્પોરેશન બેન્ક AA, દેના બેન્ક AA-, IDBI બેન્ક AA, IOB A+, સિન્ડિકેટ બેન્ક AA+, યુકો બેન્ક AA+.


એનબીસીસી -
સ્ટૉક સ્પ્લિટ કરવા માટે માર્ચ 11ના બોર્ડ બેઠક.

કોન્કોર -
ઓએફએસમાં સૌથી વધુ ફાળવણી એફઆઈઆઈએસને કરવામાં આવશે. કંપની ઓએફએસ થકી રૂપિયા 1162 કરોડ ભેગા કરશે.

ભારતી ઍરટેલ -
સ્પેક્ટ્રમ શૅરિંગ ડીલ માટે બીએસએનએલ સાથે વાતચીત ચાલુ. બીએસએનએલ યુપી, બિહાર, આસામ અને રાજસ્થાનમાં સ્પેક્ટ્રમ શૅરિંગ કરવા તૈયાર. જૂન સુધીમાં ડીલ નક્કી થવાની આશા.

ઇન્ટરગ્લોબ એવિએશન -
એરલાઇને એ320 નિયોની પહેલી ડિલિવરી લીધી. એ320ની સમયસર ડિલિવરીથી નાણાકીય વર્ષ 17માં ક્ષમતામાં 22%નો વધારો થશે. માર્ચ 2017 સુધીમાં કંપનીને 24 એ320 એરક્રાફ્ટ મળશે.

મેરિકો -
બીએસઈ પર રૂપિયા 237.20-238.10 ના ભાવે 6.5 લાખ શૅર્સની 2 બ્લોક ડીલ થઇ.