બજાર » સમાચાર » આજનો વેપાર

આજે કયા ટૉપ સ્ટોક્સમાં ખબરોને કારણે હલચલ રહેશે

ના રોજ પ્રકાશિત Thu, 07, 2017 પર 08:38  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


આઈઆરબી ઈન્ફ્રા -
કંપની પર સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી. પુણે સેશન્સ કોર્ટમાં ગેરકાયદેસર જમીન ખરીદીની ડીલ માટે ચાર્જશીટ. સરકારી જમીનની ડીલમાં ગરબડીનો આક્ષેપ. જાન્યુઆરી 2015માં સીબીઆઈએ કરી હતી તપાસ. એચએસબીસીએ ડાઉનગ્રેડ કર્યું, લક્ષ્યાંક રૂપિયા 331થી ઘટાડી રૂપિયા 200 છે.

ક્વેસ કૉર્પ -
એનસીએલટી દ્વારા રિસ્ટ્રક્ચરિંગ મંજૂર કરવામાં આવ્યું. ક્વેસ કૉર્પ અને મણિપાલ ઇન્ટિગ્રેટેડ સર્વિસિસના કારોબારનું ડિમર્જર મંજૂર. ફેસિલિટી મૅનેજમેન્ટ સર્વિસિસ અને કેટરિંગ કારોબારનું ડિમર્જર કરાશે.

ક્લેરિસ લાઈફ -
બોર્ડ દ્વારા શૅરના ડિલિસ્ટિંગને મંજૂરી. રિવર્સ બુક બિલ્ડિંગ મારફતે ડિલિસ્ટિંગની કિંમત નક્કી કરાશે. આઈડીએફસી બૅન્કની આ પ્રક્રિયા માટે પસંદગી કરવામાં આવી. કંપની પાસે રૂપિયા 381/શૅર નેટ કૅશ છે.

હતસુન એગ્રો પ્રોડકટ્સ -
બોર્ડે રાઇટ્સ ઇશ્યૂને મંજૂરી આપી. રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂપિયા 900 કરોડ એકત્ર કરશે કંપની.

વિઝમેન ફોરેક્સ -
ગિરિક વેલ્થ એડવાઇઝર્સે 70,000 શૅર્સ ખરીદ્યા. 0.6% હિસ્સા માટે રૂપિયા 1399 પ્રતિ શેરના ભાવે બ્લોક ડીલ કરી.