બજાર » સમાચાર » આજનો વેપાર

આજે કયા ટૉપ સ્ટોક્સમાં ખબરોને કારણે હલચલ રહેશે

ના રોજ પ્રકાશિત Wed, 31, 2018 પર 08:24  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


ઓબીસી -
ખરાબ પરિણામ, ખોટમાં મોટો ઉછાળો છે. વાર્ષિક ધોરણે પ્રોવિઝનિંગ બમણું થતાં ખોટ પર અસર છે. ગ્રોસ અને નેટ NPAમાં પણ વધારો જોવા મળ્યો છે.

ડૉ. રેડ્ડીઝ -
ડાઓ જોન્સ US ફાર્મા ઇન્ડેક્સમાં 1.67% નો ઘટાડો. એમેઝોન, બર્કશાયર હૅથવે અને જેપી મોર્ગન પોતાની હેલ્થકેર કંપની બનાવશે. ભારતીય ફાર્મા કંપનીઓ માટે નેગેટિવ સમાચાર. કોપેક્ઝોન જેનરિક માટે ડૉ રેડ્ડીઝ, નાટ્કોને હરિફાઈ મળે એવી શક્યતા.

લક્ષ્મી વિલાસ બેન્ક -
બેન્કે પહેલી વખત ખોટ નોંધાવી. એસેટ ક્વૉલિટી ખરાબ થતાં બેન્ક ખોટમાં છે. પ્રોવિઝન્સ અને એનપીએમાં ઉછાળાની અસર.

એન્જિનયર્સ ઈન્ડિયા -
Q3માં કંપનીનું જબરજસ્ત પ્રદર્શન. નફો 27.5% વધ્યો, આવક પણ 45%ને પાર વધી. માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો.

AU સ્મૉલ ફાઇનાન્સ બેન્ક -
ગ્રોસ NPAમાં સુધારો, 3%ની નીચે આંકડો છે. NII 25% વધી, પણ નફો અનુમાન મુજબ ઘટ્યો.

દિલીપ બિલ્ડકૉન -
મહારાષ્ટ્રમાં એનએચએઆઈના પ્રોજેક્ટ માટે કંપનીએ લગાવી સૌથી નીચી બોલી. રૂપિયા 565 કરોડના એનએચએઆઈના ઈપીસી પ્રોજેક્ટ માટે લગાવી સૌથી નીચી બોલી.

સ્ટ્રાઇડ્સ શાસુન -
Piroxicam દવા માટે US FDA તરફથી મંજૂરી મળી.