બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

ના રોજ પ્રકાશિત Wed, 20, 2017 પર 08:37  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

એરટેલ/આઇડિયા/રિલાયન્સ -
ટ્રાઈ દ્વારા ઇન્ટરકનેક્ટ યુઝેજ ચાર્જમાં મોટો કાપ. 14 પૈસાથી કાપ મૂકી 5 પૈસા કરવામાં આવ્યો. 60%ના ઘટાડાથી એબિટડા પર 2-5%ની અસર સંભવ. પહેલી ઑક્ટોબરથી લાગુ થશે કિંમત. 2020 સુધીમાં ઇન્ટરકનેક્ટ યુઝેજ ચાર્જ શુન્ય થશે. રિલાયન્સ જીયોને મોટો લાભ થશે.

ડૉ.રેડ્ડીઝ -
યુએસ એફડીએ દ્વારા યુકે મરફિલ્ડ પ્લાન્ટને 3 અવલોકન મળ્યા. 11 થી 15 સપ્ટેમ્બર પ્લાન્ટની તપાસ કરવામાં આવી હતી. સ્વચ્છતાની રીત ન અનુસરવા બદલ મળ્યા અવલોકન.

રિલાયન્સ ઈન્ફ્રા/ટોરેન્ટ પાવર/ટાટા પાવર -
મહારાષ્ટ્રના 4 શહેરોમાં ડિસ્ટ્રીબ્યુશન ફ્રેન્ચાઇઝી બનાવશે. રાજ્ય સરકાર 2-3 મહિનામાં બોલીઓ મંગાવશે.

ટ્રિલ/ભારત બિજલી/હેવેલ્સ ઈન્ડિયા/સિમેન્સ -
ગામડાના બધા ઘરોમાં વિજળી આપવાની સ્કીમને મંજૂરી મળી શકે. રૂપિયા 1700 કરોડ આ યોજનામાં ખર્ચ થવાનો પ્રસ્તાવ. 40 મિલિયન પરિવારને વિજળી પહોંચાડવાનો લક્ષ્ય. આ યોજનાને કેબનિટની મંજૂરી મળી શકે છે.

ઇન્ફોસિસ/ટીસીએસ/એચસીએલ ટેક -
યુએસ દ્વારા પ્રીમિયમ એચ-1બી વિઝા ફરી આપવાની શરૂઆત. એપ્રિલમાં આ પ્રીમિયમ એચ-1બી વિઝા આપવા બંધ કરવામાં આવ્યા હતા. નાણાકીય વર્ષ 18 માટે 65 હજાર વિઝા આપવામાં આવશે. નાસ્કોમના મતે ભારતીય આઈટી કંપનીઓની 53% આવક યુએસથી.

અપોલો ટાયર્સ/જેકે ટાયર/એમઆરએફ -
ચાઇનીઝ ટ્રક અને રેડિયલ ટાયર પર લગાવવામાં આવી એન્ટી ડમ્પિંગ ડ્યુટી. પ્રતિટન $245-252ની એન્ટી ડમ્પિંગ ડ્યુટી છે. ચાઇનીઝ ટાયર ભારત કરતાં 25-30% સસ્તા છે. ચાઇનીઝ ટાયરનો માર્કેટ શૅર 25% જેટલો છે.

રોયલ ઓર્કિડ હોટેલ્સ-
રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડે રૂપિયા 126.43 પ્રતિ શેર પર 9.29 લાખ શૅર્સ ખરીદ્યા. આશિષ રામચંદ્રાએ રૂપિયા 125.16 પ્રતિ શેર પર 8.37 લાખ શૅર્સ વેચ્યા.

એલએન્ડટી/એચસીસી/આઈટીડી સિમેન્ટેશન -
મુંબઈમાં ટ્રાન્સ-હાર્બર લિંકના બાંધકામ માટે શૉર્ટલિસ્ટ જાહેર કરાયું. એલએન્ડટી, એચસીસી, સિમ્પલેક્સ ઇન્ફ્રા, આઈટીડી સિમેન્ટેશનનો સમાવેશ. ત્રણ તબક્કામાં આ પ્રોજેક્ટ પૂરો કરાશે. પહેલા બે તબક્કા માટે હાલ આ કંપનીઓના કંસોર્ટિયમને પસંદ કરાયા છે.