બજાર » સમાચાર » આજનો વેપાર

તમે ના રહો અજાણ, આ છે આજના ચર્ચિત શેર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Wed, 12, 2017 પર 08:47  |  સ્ત્રોત : CNBC-Bajar

બોદલ કેમિકલ્સ
આશિષ કચોલિયાએ રૂપિયા 165ના ભાવે 12 લાખ શૅર્સ ખરીદ્યા છે. ડાઇસ્ટફ એક્સપાન્શનથી આવકમાં વધારો થઈ શકે છે. ડેટ-ઇક્વિટી રેશ્યો 0.6 ગણો છે. કૅશફ્લોથી ઓપરેશનલી સારું પરફોર્મન્સ રહેવાની ધારણા છે.


દિલીપ બિલ્ડકોન, પીએલસી ઇન્ફ્રા
નોમુરાના રોડ સેક્ટર પર રિપોર્ટ જાહેર કર્યો છે. દિલીપ બિલ્ડકોન, પીએનસી ઇન્ફ્રાટેક અને કેએનઆર કંસ્ટ્રક્શન ટોપ પિક છે. નાણકીય વર્ષ 2018-2020 દરમિયાન રોડ સેક્ટરમાં ખર્ચ બમણો રહેશે. નેશનલ હાઇવે ઓર્ડર્સમાં ફરી વધારો થયો છે.


સીસીએલ પ્રોડક્સ
કંપનીનું પહેલું ક્વાર્ટર નબળું રહ્યું છે. કાચા માલની ઊંચી કિંમતને કારણે કંપનીના માર્જિનમાં ઘટાડો. કંપનીની આવક અને નફામાં ઘટાડો.


એચપીસીએલ-ઓએનજીસી
ઓએનજીસી અને એચપીસીએલ આજે ફોકસમાં રહેશે. કેબિનેટ દ્વારા એચપીસીએલના ઓએનજીસીમાં મર્જર પર સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી શકે. સવારે અગિયાર વાગ્યે આ બેઠક થશે. મર્જરમાં એચપીસીએલના 51 ટકા હિસ્સાને ઓએનજીસીમાં ટ્રાન્સફર કરવામાં આવશે.


યૂએસએલ/ યુનાઈટેડ બ્રેવ / રડિકો ખૈતાન
લિકર કંપનીઓ માટે સારા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે સ્ટેટ હાઇવેના ડિનોટિફિકેશનને પડકારતી નોટિસ ફગાવી છે. તેમના મતે શહેરી વિસ્તારમાં આવતા રસ્તાને ડિનોટિફાઇ કરવામાં કોઈ સમસ્યા નથી.


ટાટા ગ્લોબલ બેવરેજીસ
ટાટા ગ્લોબલ બેવરેજીસમાં છેલ્લા અમુક દિવસથી તેજી છે. ટાટાની ગ્રુપ કંપનીઓમાંથી ટાટા ગ્લોબલ અમુક હિસ્સો વેચે એવી સંભાવના છે. ટાટા કેમિકલ્સ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પમાં કંપની હિસ્સો ધરાવે છે. ટાટા કેમિકલ્સમાં કંપનીનો 4.39 ટકા હિસ્સો 715 કરોડ રૂપિયાની વેલ્યુએશનનો છે.


એચએમટી
એચએમટી 3 સબ્સિડિયરીને બંધ કરશે. આ સાથે જ આ સબ્સિડિયરીના એસેટ્સને પણ વેચવામાં આવશે. કંપની પર ઘણું ઋણ છે અને છેલ્લા ઘણા સમયથી સરકાર દ્વારા એને ફરી ઊભી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.


સુપ્રીમ ઇન્ફ્રા
સુપ્રીમ ઇન્ફ્રાએ 75 કરોડ રૂપિયાના પ્રેફરેન્શિયલ શૅર્સ ઇશ્યુ કરવાની મંજૂરી આપી છે, જેનાથી ઋણ ઘટાડવામાં આવશે. સાથે જ પ્રમોટરને પણ 200 કરોડ રૂપિયાના પ્રેફરેન્શિયલ શૅર્સ ઇશ્યુ કરવામાં આવશે.


બ્રહ્મપુત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર
બ્રહ્મપુત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ફોકસમાં રહેશે. કંપનીને મિઝોરમમાં રેલવે લાઇનના બાંધકામ માટે 116.6 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે.


એચડીઆઈએલ/ઓબેરોય /ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ
મહારાષ્ટ્ર સરકારે પ્લાનિંગ ઑથોરિટીને આદેશ આપ્યો છે કે બિલ્ડિંગ પ્રોજેક્ટ્સ માટે મંજૂરી આપવાનો સમયગાળો 60 દિવસથી ઘટાડી 45 દિવસનો કર્યો છે. પ્રોજેક્ટ વિલંબ થવાના કેસ સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈની રિયલ એસ્ટેટ કંપનીઓને ખાસ લાભ થશે.