બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 19, 2017 પર 08:55  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ડૉ રેડ્ડીઝ -
શ્રીકાકુલમ પ્લાન્ટની તપાસમાં યુએસએફડીએને ફક્ત એક જ અવલોકન મળ્યું. જોકે અવલોકન કઈ બાબતનું છે એની હજી માહિતી જાહેર નથી થઈ. ફેબ્રુઆરી 2017 બાદ છઠ્ઠા પ્લાન્ટની પુનર્ચકાસણી થઈ છે. આ પહેલાં ફક્ત ડૉક્યુમેન્ટેશનને લગતા સામાન્ય અવલોકન આપ્યા હતા.

ડ્રેજિંગ કોર્પ -
સરકારે ડ્રેજિંગ કોર્પોરેશન વેચવાનો પ્રસ્તાવ મૂક્યો. ડિસઇન્વેસ્ટમેન્ટ વિભાગે ડ્રાફ્ટ નોટ તૈયાર કરી, સીસીઈએ મંજૂરીની રાહ. સરકારનો સમગ્ર હિસ્સો એકસાથે વેચવાનો પ્રસ્તાવ. સરકારનો કુલ 73.46% જેટલો હિસ્સો રહેલો છે. પહેલાં બે ભાગમાં હિસ્સો વેચવાની યોજનાનો પ્રસ્તાવ હતો.

ટાટા સ્ટીલ -
કંપની ટાટા મોટર્સમાં રહેલા 8.36 કરોડ શૅર્સ ટાટા સન્સને વેચશે. જૂન 23મી પછી ટાટા મોટર્સમાં ટાટા સ્ટીલના હિસ્સા વેચવાનો નિર્ણય. ટાટા સ્ટીલને આ હિસ્સો વેચીને ₹3800 કરોડ મળશે. ₹3800 કરોડ ટાટા સ્ટીલના કુલ ઋણમાં 5.3% હિસ્સો ધરાવે છે. ગ્રુપ કંપનીઓમાં રિસ્ટ્રક્ચરિંગને ધ્યાનમાં રાખીને નિર્ણય.

ઇપ્કા લૅબ્સ -
સીએલએસએ દ્વારા ડાઉનગ્રેડ, લક્ષ્યાંક ₹650થી ઘટાડી ₹410. નાણાકીય વર્ષ 18-19 માટે ઈપીએસ અનુમાનમાં 27-31%નો કાપ. રેગ્યુલેટરી મામલાના ઉકેલમાં વધુ સમય લાગી રહ્યો છે. નિકાસ નબળું રહેતાં માર્જિન રિકવરીમાં પણ વિલંબ થશે.

કેડિલા હેલ્થકેર -
કેડિલા હેલ્થકેરનું અપગ્રેડ આવ્યું છે. મોર્ગન સ્ટેનલીએ ઓવરવેટ રેટિંગ સાથે લક્ષ્યાંક 539 રૂપિયાથી વધારી 619 રૂપિયા કરવામાં આવ્યો છે. નવા પ્રોડક્ટ્સ લૉન્ચમાં હરિફાઇનો લાભ મળી શકે છે એમ મોર્ગન સ્ટેનલી માને છે. નાણાકીય વર્ષ 19 સુધીમાં કંપનીના પરિણામમાં 40 ટકા સુધીની વાર્ષિક ગ્રોથ દેખાય એમ તેમણે ઉમેર્યું છે.

લૅન્કો ઇન્ફ્રાટેક -
લૅન્કો ઇન્ફ્રાટેક પર આરબીઆઈના પગલાંની અસર દેખાઈ શકે. આરબીઆઈએ આઈડીબીઆઈ બેન્કને નિર્દેશ આપ્યો છે કે તેઓ લૅન્કો ઇન્ફ્રા પર ઇનસોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ લાગુ કરે. નાણાકીય વર્ષ 17ના અંત સુધીમાં કંપની પર 43,501 રૂપિયાનું ઋણ છે. જ્યારે વ્યાજખર્ચ કંપનીના એબિટડા કરતાં બમણો છે.

ઓમકાર સ્પેશાલિટી -
ઓમકાર સ્પેશાલિટી ફોકસમાં રહેશે. કંપનીના બોર્ડે રાઇટ્સ ઇશ્યુ મારફત 200 કરોડ રૂપિયા ઊભા કરવા મંજૂરી આપી છે.

જેએસડબ્લ્યૂ સ્ટીલ -
જેએસડબ્લ્યૂ સ્ટીલ પણ મૂડી ઊભી કરવા નિર્ણય લઈ શકે. ક્યૂઆઈપી મારફત કંપની 8000 કરોડ રૂપિયા ઊભા કરવાનો નિર્ણય લે એવી સંભાવના છે.

ન્યુક્લિયસ સોફ્ટવેર -
ન્યુક્લિયસ સોફ્ટવેર દ્વારા બાયબૅકની ઘોષણા કરવામાં આવી છે. 33.43 લાખ શૅર્સનું બાયબૅક કરાશે. જે કંપનીના પેડ-અપ ઇક્વિટીના 10.32 ટકા જેટલો હિસ્સો છે.. જોકે બાયબૅક 350 રૂપિયા સુધીના ભાવે કરાશે, જે શુક્રવારના ક્લોઝિંગ કરતાં ફક્ત 5 ટકા પ્રીમિયમ પર છે.

વીઆરએલ લૉજિસ્ટિક્સ -
વીઆરએલ લૉજિસ્ટિક્સ ટ્રાન્સ શિપમેન્ટ કારોબારમાં વિસ્તરણ કરવા જઈ રહી છે.. શિપમેન્ટ યાર્ડના બાંધકામ માટે ગુજરાતમાં તેમણે કરાર કર્યો છે.. 83 કરોડ રૂપિયાના ખર્ચે આ યાર્ડ બનાવવામાં આવશે.