બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 29, 2018 પર 08:33  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

મારૂતિ સુઝુકી -
સ્થિર પરિણામ, ઓપરેશનલી અનુમાન મુજબ આંકડા છે. આવક અનુમાનથી વધુ, માર્જિન પણ સ્થિર છે. ટેક્સના ઊંચા દર અને અન્ય આવક ઘટતાં નફા પર અસર. સુઝુકી સાથેના રૉયલ્ટી પેમેન્ટના માળખામાં ફેરફાર મોટું પોઝિટિવ છે. લગભગ તમામ મૉડલમાં રૉયલ્ટીના દર ઘટશે. રૉયલ્ટીના દર ઘટતાં નફા અને માર્જિન બન્નેમાં સુધારો જોવા મળશે.

એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ -
મિશ્ર ત્રિમાસિક, લોનગ્રોથમાં સ્થિરતા યથાવત. જોકે એનઆઈએમ સૌથી નીચલા સ્તરે, ગ્રોસ એનપીએ પણ 12 ત્રિમાસિકની ઉંચાઈએ છે. હોમ લોનમાં યીલ્ડ ઘટતાં નફા, એનઆઈએમ પર અસર.

એવન્યુ સુપરમાર્ટ્સ -
જોરદાર ગ્રોથ યથાવત, નફો 65.8% વધી રૂપિયા 251.8 કરોડ પર છે. માર્જિન પણ સુધર્યા, આવક 22.6% વધી. એચએસબીસીએ સ્ટૉકને અપગ્રેડ કરી ખરીદીની સલાહ આપી. એચએસબીસીએ લક્ષ્યાંક રૂપિયા 900 થી વધારી રૂપિયા 1600 કર્યો, 38%ની તેજીની શક્યતા.

ન્યુજેન સોફ્ટવેર -
આજે લિસ્ટિંગ, ઇશ્યુ પ્રાઇસ રૂપિયા 245 પ્રતિશેર છે. કંપનીએ આઈપીઓ મારફત રૂપિયા 425 કરોડ ઊભા કર્યા. બેન્કિંગ, ઇન્શ્યોરન્સ, આઈટી કંપનીઓ માટે સોફ્ટવેર બનાવતી કંપની છે. ભારતીય પીએસયુ બેન્ક, ઇન્શ્યોરન્સ કંપનીઓ મુખ્ય ગ્રાહક છે. મિડલ-ઇસ્ટમાં પણ કામકાજ વધાર્યું છે. આઈપીઓને સારો પ્રતિસાદ, આઠગણો ભરાયો હતો.

શ્રીરામ ટ્રાન્સપોર્ટ -
સારા પરિણામ, કંપની હેઠળની એસેટ્સ વધવાની ગ્રોથ ખૂબ સારી છે. નવી લોન આપવાની ગ્રોથ પણ વધી છે. એસેટ ક્વૉલિટી સ્થિર, એનઆઈએમ પણ સારી છે.

ડિવીઝ લૅબ્સ -
મિશ્ર પરિણામ, આવક વધી પણ નફો ઘટ્યો. માર્જિનમાં પણ ઘટાડો જોવા મળ્યો.

ડૉ રેડ્ડીઝ -
અમેરિકામાં ભાવઘટાડો 10%ને પાર રહેવાની કંપનીને આશંકા છે. સુબેક્ઝોન, કોપેક્ઝોન અને Nuvaring જેવી દવાના લૉન્ચમાં વિલંબ થઈ શકે. શ્રીકાકુલમ અને દુવવાડા પ્લાન્ટની તપાસ ખાસ ફોકસમાં, 1-2 ત્રિમાસિક લાગી શકે.

જે કે પેપર/બિલ્ટ/યસ પેપર/ઇમામી પેપર -
સરકારે કોટેડ પેપરના ડંપિંગની તપાસ શરૂ કરી. ચીન, ઈયુ, યુએસ થી પેપરની ડંપિંગની તપાસ શરૂ કરી. તપાસ બાદ કોટેડ પેપર પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી શકે સરકાર.

ઇન્ડોકો રેમેડીઝ -
જાન્યુઆરીમાં યુનિટ-1ની તપાસમાં 8 આપત્તિ બહાર આવી. જો કે આ અવલોકન એટલા ગંભીર નહીં. યુનિટ-1માં દવાનું ઉત્પાદન કરે છે કંપની.

ફાઈઝર -
Nitroglycerinની દવા માટે યુએસ એફડીએ તરફથી મંજૂરી મળી.