બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 05, 2018 પર 08:58  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


ભારતી એરટેલ -
ભારતી ટેલિકૉમમાં સિંગટેલ રૂપિયા 2649 કરોડનું રોકાણ કરશે. ભારતી એરટેલની પ્રોમોટર કંપની છે. સિંગટેલનો ભારતી ટેલિકૉમમાં હિસ્સો વધી રૂપિયા 48.9% થશે, હાલ 47.2% છે.

યુનિયન બેન્ક -
નવા એનપીએમાં વધારો અને અન્ય આવક ઘટતાં ખોટ અનુમાનથી વધુ છે. લોનગ્રોથ અને NIMમાં સુધારો જોવા મળ્યો. મિશ્ર પરિણામ, ગ્રોસ એનપીએ ડાઇવર્જન્સ રૂપિયા 2850 કરોડ. એનઆઈઆઈ 19.3% વધી, ખોટ રૂપિયા 104 કરોડથી વધી રૂપિયા 1249.9 કરોડ છે.

વકરાંગી -
બોર્ડમાં એલઆઈસીના એક સભ્ય અને એક સેબીના પૂર્વ ઈડી સહિત 8 ડિરેક્ટર્સ છે. પીડબ્લ્યૂસી અને એમઅસસીઆઈ ઈએસજી જેવાએ અમને એ રેટિંગ આપ્યું છે. છેલ્લા 5 વર્ષમાં અમે રૂપિયા 1000 કરોડથી વધુ ટેક્સ ભર્યો છે. ટેક્સ ચૂકવણીમાં કંપનીએ સતત શિસ્તબદ્ધતા જાળવી છે. ગયા વર્ષે અમે રૂપિયા 127 કરોડનું ડિવિડન્ડ પે-આઉટ પણ કર્યું છે. પીસી જ્વેલરમાં ડિરેક્ટ ઇક્વિટી રોકાણ, જેના પર રોકાણકારે વિરોધ દર્શાવ્યો. અમે ડિસેમ્બર સુધીમાં કેપિટલ પૉલિસી જાહેર કરીશું. કંપની પ્રમોટરનો એક પણ શૅર ગિરવે નથી મૂક્યો.

બલરામપુર ચીની/બજાજ હિંદ/ધામપુર ચીની/ઉત્તમ શુગર -
આજથી શુગર પર ઇમ્પોર્ટ ડ્યૂટી વધી. ઇમ્પોર્ટ ડ્યૂટી 50% થી વધી 100% કરવામાં આવી. પાકિસ્તાન તરફથી થતી સસ્તી આયાતને જોતાં લેવાયો નિર્ણય. પાકિસ્તાને શુગર નિકાસના પ્રમાણમાં ચારગણો વધારો કર્યો છે. સ્થાનિક ઇન્ડસ્ટ્રીને ટેકો આપવા સરકારે નિર્ણય લીધો.

3M ઇન્ડિયા -
ઓપરેશનલી કંપનીએ જબરજસ્ત ગ્રોથ બતાવી છે. આવક સ્થિર, પણ રૂપિયાની મજબૂતીથી જોરદાર ટેકો. કંપની માલ આયાત કરી ભારતમાં ડિસ્ટ્રિબ્યુશન અને વેચાણ કરે છે. માર્જિનમાં પણ જોરદાર ઉછાળો.

એજીસ લૉજિસ્ટિક્સ -
સારા પરિણામ, પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવથી આવકમાં સુધારો. પિપાવાવ, હલ્દિયા, મુંબઈ જેવા મહત્વના વિસ્તરણ પૂરા કર્યા. LPG ક્ષમતા 1.3 મિલ્યન ટનથી વધી 5 મિલ્યન ટન.

ટાટા ગ્લોબલ -
ઓપરેશનલ પરફોર્મન્સમાં સુધારો યથાવત. ભારત અને UKમાં બ્રૅન્ડેડ કારોબાર સુધર્યો. નવા લૉન્ચથી પણ ટેકો, સ્ટારબક્સમાં બે આંકડાની ગ્રોથ.

થાઇરોકેર -
પરિણામ સારા, નફો લગભગ સવા બે ગણો થયો. આવક 19% વધી, જેમાં ડાયગ્નોસ્ટિક્સ કારોબાર 23% સુધર્યો. માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો.

વિનાતી ઓર્ગેનિક્સ -
આવક 13% વધી, પણ નફો 6% ઘટ્યો. એબિટડામાં પણ 9%ની નરમાશ, માર્જિન 54%થી ઘટી 47% છે.

જે કે સિમેન્ટ -
કંપનીનું વેચાણ 24% વધી રૂપિયા 1126 કરોડ પર રહ્યું. કંપનીનો નફો 10% વધી રૂપિયા 66.4 કરોડથી વધી રૂપિયા 72.9 કરોડ પર.