બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 12, 2018 પર 08:48  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


એસબીઆઈ -
કંપનીની આવક રૂપિયા 14751.5 કરોડથી વધી રૂપિયા 18688 કરોડ પર છે. જીએનપીએ 9.83% થી વધી 10.35% પર છે. એનએનપીએ 5.43% થી વધી 5.61% પર છે.

ટાટા સ્ટીલ -
કંપનીની આવક રૂપિયા 20.8% વધી રૂપિયા 33,447 કરોડ પર છે. કંપનીનો નફો પણ રૂપિયા 232 કરોડ થી વધી રૂપિયા 1,136 કરોડ પર છે.

બેન્ક ઑફ બરોડા -
બેન્કના નફામાં 56%નો ઘટાડો. ગ્રોસ એનપીએ વધી 11.31% છે. બેન્કની લોનબુક 14% વધી રૂપિયા 3,99,381 કરોડ પર છે.

એમએન્ડએમ -
કંપનીએ રજૂ કર્યા સારા પરિણામ. કંપનીના નફામાં 16.9% અને આવકમાં 10.3%નો વધારો છે. કંપનીના માર્જિન્સ 14.2% થી વધી રૂપિયા 15.1% પર છે.

મેક્સ ફાઈનાન્શિયલ -
કંપનીના ગ્રોસ પ્રીમિયમ 9.7% વધી રૂપિયા 3044 કરોડ પર છે. 61માં મહિનામાં પર્સિસ્ટન્સિ રેશિયો 53% પર યથાવત છે.

ઓએનજીસી -
કંપનીના ક્વાર્ટર 3ના પરિણામે કર્યા નિરાશ. કંપનીનોન નફો 2.3% ઘટીને રૂપિયા 5,014.7 કરોડ પર છે. આવક 21.3% વધીને રૂપિયા 22,995.9 કરોડ પર રહી. કંપનીના માર્જિનમાં સામાન્ય નરમાશ.