બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 08:50  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ડૉ.રેડ્ડીઝ લેબ -
હૈદરાબાદના બાચુપુલ્લી પ્લાન્ટ -3 માટે અવલોકન મળ્યા. યુએસએફડીએએ 11 આપત્તિઓ સાથે ફોર્મ 483 આપ્યું. ગોવા પ્લાન્ટ પર યુએસએફડીએએ બે અવલોકન જાહેર કર્યા.

બીપીસીએલ -
સીએલએસએ એ બીપીસીએલ પર લક્ષ્યાંક રૂપિયા 240 થી વધારીને રૂપિયા 300 કર્યો. નાણાકીય વર્ષ 20-21માં ઈપીએસ 18%-29% સુધી વધવાની આશા છે.

સન ટીવી પર સીએલએસએ-
સીએલએસએ એ સન ટીવી પર ખરીદદારીની સલાહ રાખી છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 770 આપ્યા છે. ડિસ્કાઉન્ટ પર સ્ટોક ઉપલબધ્ધ છે.

સન ટીવી પર સિટી -
સિટીએ સન ટીવી પર ખરીદદારીની સલાહ, લક્ષ્યાંક રૂપિયા 800 આપ્યા છે. બિઝનેસમાં સ્થિરતા, અર્નિંગમાં સુધારો થશે.

એસબીઆઈ -
એસબીઆઈએ હોમ લોન પર વ્યાજ દર 0.05% ઘટાડ્યું. રૂપિયા 30 લાખ સુધી હોમ લોન પર વ્યાજ સસ્તુ રહેશે.