બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 01, 2019 પર 08:59  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


સિપ્લા -
યુએસ-એફડીએ એ 11-20 માર્ચ સુધી કુરકુંભ યુનિટનું નિરીક્ષણ કર્યું. યુએસ-એફડીએ એ કુરકુંભ યુનિટ પર 8 અવલોકનો જાહેર કર્યા. ક્વૉલિટી મેનેજ કરવા માટે કોઈ વ્યવસ્થા નહી. ક્વૉલિટીથી જોડાયેલ બાબતોમાં ક્વૉલિટી યૂનિટ સામેલ નહી. પ્રશિક્ષિત વ્યક્તિ દ્રારા ટ્રેઈનિંગ આપવામાં આવતી નથી. ક્વૉલિટીથી જોડાયેલ કાર્યોનું લેખીત પ્રમાણ નહી. કંપની ફરિયાદોની જરૂરી તપાસ નથી કરતી.

એસઆરએફ -
દહેજનો ઇન્ડસ્ટ્રિયલ પ્લાન્ટ બંધ કરવાની પ્રકિયા યથાવત. ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના આદેશ પર બંધ કરશે પ્લાન્ટ. જોગવાઈની અવગણના કરવાથી બંધ થશે પ્લાન્ટ.

ઇન્ડોકો રૅમેડિઝ -
યુએસએફડીએ એ ગોવા યુનિટ-2નું સ્ટેટસ બદલ્યું. સ્ટેટસ ઓએઆઈથી બદલીને વીએઆઈ કર્યું. વીએઆઈ એટલે વોલેન્ટરી એક્શન ઈન્ડિકેટેડ છે. સાથે જ અગાઉ આપેલો વોર્નિંગ લેટર પણ ઉઠાવી લીધો. નવેમ્બર 2018માં બે અવોકનો આપ્યા હતા.

વેલસ્પન કોર્પ -
વેલસ્પન બે કંપનીઓને રૂપિયા 940 કરોડની એસેટ વેચશે. લેપટેવ ફાઇનાન્સ, વેલસ્પન કેપ્ટીવ પાવર જનરેશનને વેચશે એસેટ. લેપટેવને પ્લેટ્સ એન્ડ કોઈલ્સ મિલ ડિવિઝન રૂપિયા 848.5 કરોડમાં વેચશે.

ઓરોબિન્દો ફાર્મા -
એન્ટી ડિપ્રેશન ડ્રગ Doxepin Hydrochlorideને મળી મંજૂરી.

અલ્કેમ લેબ્સ -
મલ્ટીપલ સ્ક્લેરોસિસ માટેની Tizanidine Hydrochlorideને મળી મંજૂરી.

સન ફાર્મા -
હાઈપરટેન્શન ડ્રગ Ambrisentan દવાને મળી મંજૂરી.

ડૉ. રેડ્ડીઝ -
જર્મન ડ્રગ રેગ્યુલેટર દ્વારા દુવાડા યુનિટને મંજૂરી મળી.

એચડીએફસી -
પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ કેકેઆર એચડીએફસીમાં હિસ્સો વેચશે. 15% નફા બાદ $30 કરોડમાં વેચશે હિસ્સો. 15 મહિના પહેલા જ કેકેઆરને મળ્યા હતા શૅર્સ.

જેએસડબ્લ્યૂ એનર્જી -
ઇવી બિઝનેસમાં એન્ટ્રીની યોજના ટાળી. બોર્ડનો બીજા કોર બીઝનેસ માટે પુંજી રાખવાનો નિર્ણય.

વિનાઇલ કેમિકલ -
એથિલિન વિનાઈલ એશિટેટ શીટ પર એન્ટી-ડંપિંગ ડ્યુટી લાગી. સોલર સેલમાં ઉપયોગ થનારી શીટ પર ડ્યુટી. ચીન,મલેશીયા, સાઉદી અરબ,થાઈલેન્ડથી આવનાર શીટ પર એન્ટી ડંપિંગ ડ્યુટી. સરકારે 5 વર્ષ માટે લગાવી એન્ટી ડંપિંગ ડ્યુટી.