બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 29, 2019 પર 09:04  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

આઈસીઆઈસીઆઈ બેન્ક પર મોર્ગન સ્ટેન્લી -
મોર્ગન સ્ટેન્લીએ આઈસીઆઈસીઆઈ બેન્ક પર ઑવરવેઇટના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 625 નો રાખ્યો છે. લક્ષ્યાંક ₹455 થી વધારીને ₹480 નો આપ્યો.

આઈસીઆઈસીઆઈ બેન્ક પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે આઈસીઆઈસીઆઈ બેન્ક પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 475 નો આપ્યો છે.

આઈસીઆઈસીઆઈ બેન્ક પર સીએલએસએ -
સીએલએસએએ આઈસીઆઈસીઆઈ બેન્ક પર ખરીદારીનો રેટિંગ રાખ્યો છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 530 નો રાખ્યો છે.

વેદાંતા -
નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં વેદાંતાનો 11.9 ટકા ઘટીને 1351 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં વેદાંતાનો નફો 1533 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં વેદાંતાની આવક 3.7 ટકા ઘટીને 21374 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં વેદાંતાની આવક 22206 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં વેદાંતાના એબિટડા 6190 કરોડ રૂપિયાથી ઘટીને 5198 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં વેદાંતાના એબિટડા માર્જિન 27.9 ટકાથી ઘટીને 24.3 ટકા રહ્યા છે.

ટોરેન્ટ ફાર્મા -
Nystatin ક્રીમ માટે US FDA તરફથી મંજૂરી મળી.

કેડિલા હેલ્થકેર -
કેડિલા હેલ્થકેરના અંકલેશ્વર યુનિટમાં US FDA દ્વારા તપાસ. તપાસ દરમિયાન કોઇ અવલોકન મળ્યા નહીં.

વોડાફોન આઈડિયા -
નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાને 4873.9 કરોડ રૂપિયાની ખોટ થઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાને 4881.9 કરોડ રૂપિયાની ખોટ રહી હતી.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાની આવક 4.3 ટકા ઘટીને 11270 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાની આવક 11775 કરોડ રૂપિયા રહી હતી.

ક્વાર્ટર દર ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાના એબિટડા 1785.3 કરોડ રૂપિયાથી વધીને 3650 કરોડ રૂપિયા રહ્યા છે. ક્વાર્ટરના આધાર પર પહેલા ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાના એબિટડા માર્જિન 15.2 ટકાથી વધીને 32.4 ટકા રહ્યા છે.

એરિસ લાઇફ -
નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં એરિસ લાઇફનો 17.5 ટકા વધીને 84.05 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એરિસ લાઇફનો નફો 71.55 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં એરિસ લાઇફની આવક 9.4 ટકા વધીને 274.3 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં એરિસ લાઇફની આવક 250.76 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એરિસ લાઇફના એબિટડા 104.5 કરોડ રૂપિયાથી ઘટીને 88.55 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં એરિસ લાઇફના એબિટડા માર્જિન 35.3 ટકાથી વધીને 38.1 ટકા રહ્યા છે.

હેવેલ્સ ઈન્ડિયા -
નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સ ઈન્ડિયાનો 16 ટકા ઘટીને 177.1 કરોડ રૂપિયાનો નફો થયો છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સ ઈન્ડિયાનો નફો 211.2 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2020 ના પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સ ઈન્ડિયાની આવક 4.5 ટકા વધીને 2717 કરોડ રૂપિયા થઈ ગઈ છે. નાણાકીય વર્ષ 2019 ના પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સ ઈન્ડિયાની આવક 2600.7 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સ ઈન્ડિયાના એબિટડા 311.3 કરોડ રૂપિયાથી ઘટીને 279.2 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર પહેલા ક્વાર્ટરમાં હેવેલ્સ ઈન્ડિયાના એબિટડા માર્જિન 12 ટકાથી ઘટીને 10.3 ટકા રહ્યા છે.

બજાજ ઑટો/ટાટા મોટર્સ/ટીવીએસ મોટર્સ/એસ્કોર્ટ્સ/આઈશર મોટર્સ/મારૂતિ સુઝુકી/એમએન્ડએમ/અતુલ ઑટો -
રજીસ્ટ્રેશન ફીમાં ભારે વધારો. પેટ્રોલ, ડીઝલ ગાડિઓના રજીસ્ટ્રેશન ફી વધારી. ટુ - વ્હિલર્સ પર ફી ₹50થી વધારીને ₹1000 કરી. થ્રી- વ્હિલર્સની રજીસ્ટ્રેશન ફી ₹300થી વધારી ₹5000 કરી. કાર રજીસ્ટ્રેશન ફી ₹1000 થી વધારી ₹10000 કરી. સીવીએસની રજીસ્ટ્રેશન ફી ₹1500થી વધારી ₹20000 કરી. જુની ગાડીઓ પર દર 6 મહિને ફિટનેસ સર્ટિફિકેટ. પહેલા વર્ષમાં એક વાર ફિટનેસ સર્ટિફિકેટ લાગતુ હતું. ઈવી પર જીએસટી ઘટીને 5% કરવામાં આવ્યો. ચાર્જર પર GST ઘટીને 5% કરવામાં આવ્યો. 1લી ઓગસ્ટથી લાગુ થશે નવા દર. ત્રિમાસિક રિટર્ન ભરવાની તારીખ પણ લંબાવી. 31 જુલાઈથી તારીખ લંબાવીને 31 ઓગસ્ટ કરવામાં આવી.

ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ -
ઓગષ્ટે બોર્ડ બોન્ડ ઈશ્યુ દ્વારા ફંડ એકત્ર કરશે.