બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 16, 2019 પર 08:55  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

રિયલ એસ્ટેટને બૂસ્ટ -
અફોર્ડેબલ, મિડલ ઈન્કમ હાઉસિંગ માટે ફંડ. સરકારે રૂપિયા 10,000 કરોડના ફંડની જાહેરાત કરી. અમુક હાઉસિંગ પ્રોજેક્ટ માટે સ્પેશલ વિંડો છે. સ્પેશલ વિંડોમાં NCLT, NPA પ્રોજેક્ટનો સમાવેશ નહીં. સ્પેશલ વિંડોથી 3.5 લાખ અધૂરા ઘર બની શકશે.

ભારત ઈલેક્ટ્રોનિક -
ભારતીય વાયુસેનાથી રૂપિયા 5,357 કરોડનો મળ્યો ઓર્ડર. આકાશ મિસાઈલ બનાવવાનો મળ્યો ઓર્ડર. 3 વર્ષમાં ડિલિવરી પૂર્ણ થશે. મોર્ગન સ્ટેનલીએ ભારત ઈલેક્ટ્રોનિક પર લક્ષ્યાંક રૂપિયા 116નો આપ્યો.

કોલગેટ -
કોલગેટ ઈન્ડિયાના નવા MD રામ રાઘવને કરી એનાલિસ્ટ મીટ. આવનારા વર્ષોમાં માર્કેટ શેર વધારવા પર રહેશે ફોકસ. આયુર્વેદિક અને પ્રિમિયમ સેગમેન્ટમાં ઘણો સ્કોપ રહેલો છે. સ્પર્ધામાં રહેવા કરતા ગ્રાહક કેન્દ્રી બનવાનો મુખ્ય હેતુ છે. ક્રેડિટ સુઇસે કોલગેટ પર લક્ષ્યાંક રૂપિયા 1,450નો આપ્યો.

ઓએમસી -
સઉદી અરબએ અડધુ ક્રુડ ઉત્પાદન બંધ કર્યું. સઉદી અરબનું 57 લાખ બેરલનું ઉત્પાદન બંધ. ડ્રોનના હુમલા બાદ અડધુ ઉત્પાદન બંધ. દુનિયાના કુલ ઉત્પાદનના 5% પર અસર. ઉત્પાદન વધારવા માટે કામ ચાલૂ. શનિવારે સઉદી અરામકોના ઓઈલ ફિલ્ડ પર હુમલો થયો હતો.