બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 11, 2019 પર 08:58  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

બેન્ક ઑફ બરોડા પર બ્રોકરેજ હાઉસિસ -
ક્રેડિટ સુઇસે બેન્ક ઑફ બરોડા પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 115 થી ઘટાડીને 105 નો આપ્યો. સિટીએ બેન્ક ઑફ બરોડા પર ખરીદારીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 115 રાખ્યો છે. કોટક ઈન્સ્ટીટ્યુટ ઈન્વેસ્ટમેન્ટે બેન્ક ઑફ બરોડા પર એડીડીના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 105 રાખ્યો છે.

નેસ્લે ઈન્ડિયા -
નાણાકિય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાનો નફો 33.5 ટકાથી વધીને 595 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકિય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાનો નફો 446.1 કરોડ રૂપિયાનો થયો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાની આવક 9.4 ટકા વધીને 3215.8 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાની આવક 2939.3 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર બીજા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાના એબિટડા 725.1 કરોડ રૂપિયાથી વધીને 751.4 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં નેસ્લે ઈન્ડિયાના એબિટડા માર્જિન 24.7 ટકાથી ઘટીને 23.4 ટકા રહ્યા છે.

એસસીઆઈ/બીપીસીએલ -
એસસીઆઈ અને બીપીસીએલ પર ફોકસ છે. 13 નવેમ્બરે કેબિનેટની બેઠક થશે. કેબિનેટ એસસીઆઈ, બીપીસીએલના વિનિવેશને મંજૂરી આપશે. કેબિનેટ મંજૂરી બાદ બિડ મંગાવવામાં આવશે, રોડ શો શરૂ થશે.

અશોક લેલેન્ડ -
નાણાકિય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડનો નફો 92.6 ટકાથી ઘટીને 38.9 કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકિય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડનો નફો 527.7 કરોડ રૂપિયાનો થયો હતો.

નાણાકીય વર્ષ 2020 ના બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડની આવક 48.4 ટકા ઘટીને 3929.5 કરોડ રૂપિયા રહી છે. નાણાકીય વર્ષ 2019 ના બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડની આવક 7621.1 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષ દર વર્ષના આધાર બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડના એબિટડા 829.1 કરોડ રૂપિયાથી ઘટીને 228.6 કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં અશોક લેલેન્ડના એબિટડા માર્જિન 10.9 ટકાથી ઘટીને 5.8 ટકા રહ્યા છે.

મારૂતિ સુઝુકી -
મારૂતિએ સતત 8માં મહિને ઉત્પાદનમાં ઘટાડો કર્યો. ઓક્ટોબરમાં ઉત્પાદન 20.7% ઘટ્યું. ઉત્પાદન 1.50 લાખ યુનિટથી ઘટીને 1.19 લાખ થયું. મિની કાર સેગ્મેન્ટ ઉત્પાદન 40% ઘટીને 20985 યુનિટ છે.