બજાર » સમાચાર » આજનો વેપાર

સપ્તાહની છે શરૂઆત, ક્યા શેરોમાં રહેશે હલચલ

ના રોજ પ્રકાશિત Mon, 08, 2017 પર 08:38  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.


એસીસી+અંબુજા સિમેન્ટ -
એસીસીનું બોર્ડ અંબુજા સિમેન્ટ સાથે મર્જર પર વિચારણા કરશે. અંબુજા સિમેન્ટ બોર્ડે મર્જરની સંભાવના પર એક પૅનલનું ગઠન કર્યું. બ્રોકરેજ હાઉસ દ્વારા જબરજસ્ત પોઝિટિવ પ્રતિક્રિયા.

એસીસી પર સીએલએસએ -
સીએલએસએ એ એસીસી પર વેચાણથી રેટિંગ અપગ્રેડ કર્યું. તેના પર લક્ષ્યાંક ₹1300થી વધારી ₹1925 કર્યો. એસીસીનું અંબુજામાં મર્જર થવું જોઈએ. વોલ્યુમ-રિયલાઇઝેશન ઘણું વધશે. ખર્ચમાં ઘટાડાથી બન્ને કંપનીને ઑવરઓલ ઘણો લાભ થશે.

અંબુજા સિમેન્ટ્સ પર સીએલએસએ -
સીએલએસએ એ અંબુજા સિમેન્ટ્સ પર ખરીદારીની સાથે વેચાણથી રેટિંગ અપગ્રેડ કર્યું. તેના પર લક્ષ્યાંક ₹220થી વધારી ₹310 કર્યો. એસીસીનું અંબુજામાં મર્જર થવું જોઈએ. વોલ્યુમ-રિયલાઇઝેશન ઘણું વધશે. ખર્ચમાં ઘટાડાથી બન્ને કંપનીને ઑવરઓલ ઘણો લાભ થશે.

એવન્યુ સુપરમાર્ટ્સ -
કંપનીનું રિટેલ સેગ્મેન્ટમાં આઉટપરફોર્મન્સ યથાવત, જોરદાર પરિણામ. નફો 47% અને આવક 40% વધી, માર્જિન પણ ફ્લેટ રહ્યા. ક્વાર્ટર 4માં 14 નવા સ્ટોર્સ, નાણાકીય વર્ષ 17માં 21 નવા સ્ટોર્સ શરૂ કર્યા. સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ નાણાકીય વર્ષ 17માં 21.2% પર છે.

આઇશર મોટર્સ -
અપેક્ષા મુજબ જ જબરજસ્ત પરિણામ, નફો 34% વધ્યો. બ્રોકરેજ હાઉસ દ્વારા લક્ષ્યાંકમાં વધારો, સેક્ટરમાં ટોપ પિક ગણાવી.

અપોલો ટાયર્સ -
અપોલો ટાયર્સના પરિણામ ઘણા ખરાબ રહ્યા છે. નફો 16 ટકા ઘટ્યો છે.. માર્જિનમાં 5 ટકાને પાર જંગી ઘટાડો જોવા મળ્યો છે.. એશિયા પેસિફિક કારોબારથી સૌથી વધુ દબાણ છે એમ કંપનીએ કહ્યું છે.

જયંત એગ્રો -
જયંત એગ્રોના પરિણામ ઘણા સારા રહ્યા છે. નફો લગભગ બમણો થયો છે. માર્જિન પણ 39 ટકાથી વધી 49 ટકા પર રહ્યા છે.. આવકમાં લગભગ 14 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

ગતિ -
ગતિના પરફોર્મન્સમાં દબાણ યથાવત છે. કંપનીનો નફો 40 ટકા જેટલો ઘટ્યો છે. આવક અને માર્જિનમાં પણ દબાણ જોવા મળ્યું છે.

વાલચંદનગર -
પ્રાઇવેટ ઇક્વિટી કંપની કેકેઆર વાલચંદનગરમાં આવનારા સમયમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ રોકાણ કંપનીના કારોબારના રિસ્ટ્રક્ચરિંગ અને લાંબાગાળાની લોનના પેમેન્ટ માટે કરાશે.

ઓપટો સર્કિટ/બીપીએલ/પોલિ મેડિક્યોર -
મેડિકલ ડિવાઇસ બનાવતી કંપનીઓ માટે નેગેટિવ સમાચાર છે. અફોર્ડેબલ હેલ્થકેર માટે સરકાર ડ્રગ પ્રાઇસ કંટ્રોલ ઓર્ડરમાં સુધારો લાવશે. જેમાં મેડિકલ ડિવાઇસને આ કાયદા હેઠળ સમાવવામાં આવશે અને એની કિંમતમાં ફેરફાર કરાશે.

બૉશ -
બૉશ માટે રાહતના સમાચાર છે. બેંગ્લુરૂના અદુગોડી અને કોરમંગલા પ્લાન્ટમાં કામકાજ આજથી શરૂ કરવામાં આવશે. પ્રદૂષણના નિયમોને ધ્યાનમાં રાખી આ પ્લાન્ટમાં કામકાજ પર ફટકો પડ્યો હતો. જોકે કંપનીએ પોલ્યુશન બોર્ડને પ્રેઝન્ટેશન આપી મામલાનો ઉકેલ લાવ્યો છે.

લેન્કો ઇન્ફ્રાટેક -
લેન્કો ઇન્ફ્રાટેકની વિદેશી સબ્સિડિયરી લેન્કો રિસોર્સીઝ ઇન્ટરનેશનલને ખરીદવા લેણદારોના કંસોર્શિયમે PwC સાથે ડીલ કરી છે. આ આંતરરાષ્ટ્રીય કંપની હેઠળ ઑસ્ટ્રેલિયામાં કોલ માઇન કાર્યરત છે.