બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.
ના રોજ પ્રકાશિત Fri, 31, 2017 પર 08:40  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ફર્ટિલાઇઝર સ્ટૉક્સ -
આજે કેબિનેટની બેઠકમાં નેશનલ યુરિયા પૉલિસી પર નિર્ણય સંભવ. યુરિયા પૉલિસીમાં બદલાવથી કંપનીઓને સબ્સિડીનો ટેકો વધશે. સ્થાનિક ઉત્પાદકોને નવી યુરિયા પૉલિસીથી વધુ લાભ મળે એના પ્રયાસ. આયાતી યુરિયા સામે પ્રાઇસિંગનું પણ રક્ષણ મળી શકે.

એડીએફ ફુડ્સ/કેઆરબીએલ/એલટી ફુડ્સ -
ઓર્ગેનિક એગ્રી પ્રોડક્ટ્સના નિકાસમાં વધારાનો પણ નિર્ણય લેવાઈ શકે. હાલ એક્સપોર્ટ લિમિટ 5000-10,000 ટન પ્રતિવર્ષની છે.

જેએમસી પ્રોજેક્ટ્સ -
જેએમસી પ્રોજેક્ટ્સને રૂપિયા 1058 કરોડના બે નવા પ્રોજેક્ટ્સ મળ્યા. થાણેમાં બિલ્ડિંગ ડેવલપમેન્ટ માટે રૂપિયા 531 કરોડનો ઓર્ડર છે. બેંગ્લુરૂમાં રૂપિયા 527 કરોડનો ઓર્ડર મળ્યો. આવનારા 2 વર્ષમાં નફાશક્તિ સુધરવા પર કંપનીએ બતાવ્યો આત્મવિશ્વાસ છે.

મુકુંદ -
જાપાનીઝ કંપની સુમિતોમો કોર્પ સાથે કંપનીએ જોઇન્ટ વેન્ચર કર્યું. અલૉય સ્ટીલના રૉલિંગ અને ફિનિશિંગ કારોબાર માટે આ જોઇન્ટ વેન્ચર છે. મુકંદ અલૉય સ્ટીલમાં સુમિતોમો કોર્પ 49 ટકા હિસ્સો ખરીદશે.

કોટક મહિન્દ્રા બેન્ક -
સબ્સિડિયરી ફિનીક્સ એઆરસીએ સાઉથ ઇન્ડિયન બેન્કના એનપીએ ખરીદ્યા. ફિનીક્સ એઆરસીએ રૂપિયા 1800-2000 કરોડ સુધીના એનપીએ ખરીદ્યા. બ્રોકરેજ હાઉસનો બુલિશ મત યથાવત છે. સીએલએસએ દ્વારા રૂપિયા 920 અને સિટી દ્વારા રૂપિયા 930 સુધીના લક્ષ્યાંક છે.

ડાબર -
અન્ય ટોપ સ્ટૉક્સ જોઈએ તો ડાબર પર બેન્ક ઑફ અમેરિકા મેરિલ લિન્ચે અંડરપરફોર્મ રેટિંગ યથાવત રાખીને લક્ષ્યાંક 290 રૂપિયાથી ઘટાડી 280 રૂપિયા કર્યો છે. ભારતીય અને મિડલ-ઇસ્ટ કારોબાર નબળો છે એમ તેમણે ઉમેર્યું છે.

દિલીપ બિલ્ડકોન -
દિલીપ બિલ્ડકોનને નવા રોડ પ્રોજેક્ટ્સ મળવાનું યથાવત છે. કંપનીને ગઈ કાલે લગભગ 3 હજાર કરોડ રૂપિયાના 3 પ્રોજેક્ટ્સ મળ્યા હતા. આજે ફરી આંધ્ર પ્રદેશમાં ₹ 503 કરોડનો નવો પ્રોજેક્ટ મળ્યો છે.

સિપ્લા -
બેન્ક ઑફ અમેરિકા મેરિલ લિન્ચે સિપ્લાને ન્યુટ્રલથી ડાઉનગ્રેડ કરી અંડરપરફોર્મનું રેટિંગ આપ્યું છે. 570 રૂપિયા પર લક્ષ્યાંક યથાવત રાખી તેમણે ઈપીએસ અનુમાન આવનારા 2 વર્ષ માટે 5થી 11 ટકા જેટલું ઘટાડ્યું છે. પરિણામ અને ગ્રોથમાં અનિશ્ચિતતા સામે વેલ્યુએશન મોંઘા છે એમ બ્રોકરેજ હાઉસે ઉમેર્યું છે.

પુર્વાંકરા -
પુર્વાંકરાએ હૈદરાબાદના રાયદુર્ગમાં જમીનના રોકાણને વેચીને 475 કરોડ રૂપિયા ઊભા કર્યા છે.. કંપનીના ઋણમાં 450 કરોડ રૂપિયા ઘટ્યા છે.. જેને લીધે વાર્ષિક વ્યાજખર્ચમાં પણ 50 કરોડ રૂપિયાનો ઘટાડો થશે એમ કંપની માને છે.

લિકર શૅર્સ પર ફોકસ -
યુનાઇટેડ સ્પિરિટ્સ, રેડિકો ખૈતાન, એમ્પી ડિસ્ટીલરીઝ જેવા સ્ટૉક્સ માટે નેગેટિવ સમાચાર છે. હાઇ-વેના 500 મીટર વિસ્તારમાં દારૂબંધી સુપ્રીમ કોર્ટ દ્વારા યથાવત રાખવામાં આવી છે. આ કારણે કંપનીઓની આવક પર ફટકો પડી શકે છે.

પાર્નેક્સ લેબ -
પાર્નેક્સ લેબ નામનો નાનો સ્ટૉક બ્લોક ડીલને લીધે ફોકસમાં રહેશે. જાણીતા રોકાણકાર પોરિંજુ વેલ્યાતે 55.52 રૂપિયાના ભાવે 1 લાખ શૅર્સ ખરીદ્યા છે. જ્યારે 55.55ના ભાવે પ્રમોટર ભારતી ઉદેશીએ 1.19 લાખ શૅર્સ વેચ્યા છે.