બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

ના રોજ પ્રકાશિત Thu, 13, 2017 પર 08:58  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

અદાણી પાવર -
મૅક્વાયરીએ અંડરપરફોર્મ રેટિંગ સાથે રૂપિયા 20 નો લક્ષ્યાંક આપ્યો.

અદાણી પાવર પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ અદાણી પાવર પર અંડર પરફોર્મરની સાથે રેટિંગ યથાવત રાખ્યું. તેના પર લક્ષ્યાંક રૂપિયા 20 છે. ઋણને લગતી ચિંતા યથાવત નેટવર્થ સંપૂર્ણપણે ધોવાઈ શકે. ₹1200 કરોડ જેટલા નુકસાનના ભરપાઈ માટે સતત મૂડીરોકાણની જરૂરિયાત હશે.

અદાણી પોર્ટ્સ -
મૅક્વાયરીએ ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ રેટિંગ આપ્યું, લક્ષ્યાંક ₹347 છે.

અદાણી પોર્ટ્સ પર મૅક્વાયરી -
મૅક્વાયરીએ અદાણી પોર્ટ્સ પર નેચરલ રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે, તેના પર લક્ષ્યાંક રૂપિયા 347 રાખ્યો છે. અદાણી પાવરની સ્થિતિ સુધારવા પ્રમોટર્સ અદાણી પોર્ટ્સમાંથી હિસ્સો વેચી શકે છે. પ્રમોટર્સ અદાણી પોર્ટ્સમાંથી 6-7% જેટલો હિસ્સો વેચી શકે. આયર્ન ઓર નિકાસ ઘટતાં વોલ્યુમ ગ્રોથ નબળી રહી શકે.

યુનાઈટેડ સ્પિરિટ્સ -
સીએલએસએ દ્વારા વેચવાલીની સલાહ યથાવત, લક્ષ્યાંક ₹1600થી ઘટાડી ₹1400 રાખ્યો છે.

યુનાઇટેડ સ્પિરિટ્સ પર સીએલએસએ -
સીએલએસએ એ યુનાઇટેડ સ્પિરિટ્સ પર વેચાણ પર દારૂબંધીને લગતી પ્રક્રિયા વેગ પકડી રહી છે. કંપનીની નફાશક્તિ સુધરવામાં ઘણો વિલંબ થઈ શકે એમ છે. ડિયેજીયો દ્વારા બાયબૅક એકમાત્ર આશાનું કિરણ છે. હાલના ઘટાડા બાદ પણ સતર્ક રહેવાની રણનીતિ.

તમિલનાડુ પેટ્રો -
ડિટર્જન્ટમાં ઉપયોગી કેમિકલની આયાત પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાગશે. ચીન, ઇરાન અને કતારથી આ કેમિકલની આયાત થાય છે. પ્રતિટન $300.2ની એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવી. તમિલનાડુ પેટ્રો અને નિરમાએ સરકાર સામે કરી હતી અરજી. પાંચ વર્ષ માટે આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવવામાં આવી છે.

મજેસ્કો -
મજેસ્કો માટે સારા સમાચાર છે. આઈએમટી ગ્રુપ દ્વારા મજેસ્કો બિલિંગની ક્લાઉડ ટેક્નૉલોજીને એન્ટરપ્રાઇઝ સોલ્યુશન પાર્ટનર તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

આઈઓએલ કેમિકલ્સ એન્ડ ફાર્મા -
આઈઓએલ કેમિકલ્સ એન્ડ ફાર્માને રાહત મળી છે. યુએસએફડીએ તરફથી આઇબુપ્રોફેન, મેટફોર્મિન હાઇડ્રોક્લોરાઇડ જેવી દવાને મંજૂરી આપવામાં આવી છે.

રૂચિ સોયા/ગોકુલ રિફોઇલ્સ -
પામ ઓઇલનું ઉત્પાદન વધારવા સરકારે સબ્સિડીમાં વધારો કર્યો છે. ખેડૂતને આપવામાં આવતી સબ્સિડીમાં વધારો થતાં પામ ઓઇલનું વિતરણ કરતી કંપનીઓ જેમકે રૂચિ સોયા અને ગોકુલ રિફોઇલ્સને વધુ ઉત્પાદનનો લાભ મળી શકે.

લુડલો જૂટ/ગ્લોસ્ટર/કેવિયટ -
જૂટ કંપનીઓ જેમકે ગ્લોસ્ટર, લુડલો જૂટ અને કેવિયટમાં આજે તેજી યથાવત રહી શકે છે. કેબિનેટની ગઈ કાલની બેઠકમાં રૉ જૂટ માટેના એમએસપી પ્રતિ 100 કિલોગ્રામ 3500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે લગભગ 9 ટકાનો વધારો છે.

હેરિટેજ ફૂડ્સ -
હેરિટેજ ફૂડ્સમાં આજે તેજી દેખાઈ શકે. કંપનીએ રિલાયન્સ રિટેલના ડેરી કારોબારને ખરીદવાની પ્રક્રિયા પૂરી કરી છે.

ટાટા મોટર્સ -
ટાટા મોટર્સ પણ આજે ફોકસમાં રહેશે. જેએલઆર દ્વારા એસયુવીના ભાવમાં 5 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. લેન્ડરોવર ડિસ્કવરી સ્પોર્ટ, રેન્જ રોવર ઇવોક અને રેન્જ રોવર સ્પોર્ટના ભાવમાં આ ઘટાડો કરવામાં આવ્યો છે.