બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

ના રોજ પ્રકાશિત Wed, 15, 2017 પર 08:45  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

સન ફાર્મા -
ક્વાર્ટર 2 પરિણામ અનુમાન મુજબ, ઓછા ટેક્સ ખર્ચને લીધે નફો સારો છે. 20-22%ના માર્જિન ગાઇડન્સને કંપનીએ જાળવી રાખ્યું. નાણાકીય વર્ષ 18 ગાઇડન્સ મુજબ એચ2માં આવકની ગ્રોથ 15% પર રહી શકે. હાલોલ પ્લાન્ટના તપાસની તારિખ હજી જાહેર નહીં.

ગેલ -
એબિટડામાં અનુમાનથી ખૂબ સારું પ્રદર્શન છે. વોલ્યુમ અનુમાન કરતાં સારું રહેવાથી આઉટપરફોર્મન્સ છે. ટ્રાન્સમિશન ટૅરિફ અને માર્કેટિંગ માર્જિન સારા રહેતાં પોઝિટિવ છે. ઓપરેટિંગ ખર્ચ નિયંત્રણમાં રહેતાં પોઝિટિવ અસર છે.

બેન્ક ઑફ બરોડા -
પરિણામ સારા, એસેટ ક્વૉલિટી નિયંત્રણમાં છે. નવા એનપીએમાં ઘટાડો પણ પોઝિટિવ છે. પ્રોવિઝનિંગ વધુ રહેતાં નફાના આંકડા પર અસર છે.

લ્યુપિન -
ગોવા પ્લાન્ટને મળેલા વૉર્નિંગ લેટરની ડિટેલ્સ બહાર આવી. ગોવા અને ઇન્દોર પ્લાન્ટમાં જૂના અવલોકનો પર જ ફરી આપત્તિ ઊભી થઈ છે. યુએસએફડીએ દ્વારા કંસલ્ટન્ટ પસંદ કરવાનું સૂચન છે. જાણકારોને લાગે છે કે નવી દવાની મંજૂરી માટે હવે વધુ સમય લાગશે. લૅબના પરિણામો, પ્રોડક્શનની ખામી ઉકેલવામાં કંપની નિષ્ફળ રહી.

સિએટ -
સારા પરિણામ, માર્જિનમાં મોટો ઉછાળો. કાચામાલના વધેલા ભાવ સામે ખર્ચ નિયંત્રણમાં રાખતાં પોઝિટિવ અસર છે. જોકે ફાઇનાન્સ ખર્ચ વધુ રહેતાં નફા પર અસર છે.

ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ -
યુકેની ઑકનોર્થ બેન્કમાં કંપનીએ પોતાનો 1/3 ભાગનો હિસ્સો વેચ્યો. રૂપિયા 770 કરોડમાં ડીલ, 2 વર્ષ પહેલાં 40% હિસ્સો ખરીદવા રૂપિયા 663 કરોડનું રોકાણ છે. 2 વર્ષમાં સંપૂર્ણ રોકાણનું વળતર મેળવી લીધું. હજી બાકીના હિસ્સાની કિંમત રૂપિયા 1510 કરોડ, જે કંપનીની બેલેન્સશીટ સુધારશે.

રિલાયન્સ કેપિટલ -
ઊંચા ટેક્સ અને આવકની ગ્રોથ ધીમી રહેતાં નફા પર અસર છે. કમર્શિયલ ફાઇનાન્સ અને ઇન્શ્યોરન્સ કારોબારમાં પડકાર છે. લોનગ્રોથ ખાસ કરીને કમર્શિયલ ફાઇનાન્સ ઠંડો રહેતાં નરમ છે.