બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

ના રોજ પ્રકાશિત Fri, 12, 2018 પર 08:36  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટીસીએસ -
પરિણામ અનુમાન મુજબ, નફા-આવકમાં ધારણા પ્રમાણે મામુલી ગ્રોથ છે. જો કે માર્જિન અનુમાનથી ઓછા, 25.8% સામે 25.2% પર છે. સ્થિર ચલણમાં ગ્રોથ 1.3% પર, અનુમાન 1.1%નું હતું. વોલ્યુમ ગ્રોથ પણ 1.6% પર રહી. ઓર્ડરને લીધે પણ ખબરમાં, ટ્રાન્સઅમેરિકા તરફથી $2 Bnનો થર્ડ પાર્ટી ઓર્ડર મળ્યો.

આઈડીએફસી બેન્ક/કેપિટલ ફર્સ્ટ -
આઈડીએફસી બેન્ક અને કેપિટલ ફર્સ્ટ વચ્ચે મર્જરની ચર્ચા. બન્ને કંપનીઓએ હાલ કોઈ પ્રતિક્રિયા આપવાની ના કહી છે. જોકે બેમાંથી કોઈ કંપનીએ આ મર્જરની ચર્ચાનું ખંડન નથી કર્યું. મર્જરની શરતો અને વેલ્યુએશન પર ચર્ચા ચાલી રહી છે.

સિન્ટેક્સ પ્લાસ્ટિક્સ -
આવક 7% ઘટી, પણ માર્જિનમાં સુધાર છે. ખર્ચમાં કાપ મૂકતાં માર્જિન સુધર્યા. યુરોપ કારોબારમાં ગ્રોથ પર કંપનીની પોઝિટિવ કૉમેન્ટરી છે.

એમટેક ઑટો -
લિબર્ટી હાઉસ અને ડેક્કન વેલ્યુ ઇન્વેસ્ટર્સે સૌથી મોટી બોલી લગાવી. એમટેક ઑટો ખરીદવા માટે આ બોલી લગાવવામાં આવી છે. લિબર્ટી હાઉસ UKની મેટલ કંપની છે. ડેક્કન વેલ્યુ ઇન્વેસ્ટર્સ અમેરિકન હેજ ફંડ છે. આવતા સપ્તાહે લેણદારોની કમિટી આ બોલી પર અંતિમ નિર્ણય લઈ શકે. અલર્ટ: એમટેક ઑટો પર કુલ રૂપિયા 12,722 કરોડનું ઋણ છે.

શ્રીસિમેન્ટ -
આવક 23% વધીને રૂપિયા 2296 કરોડ પર છે. નફો 42% જેટલો વધ્યો, એબિટડામાં પણ 16%નો ઉછાળો છે. માર્જિનમાં જોકે મામુલી નરમાશ છે. યુનિયન સિમેન્ટના અધિગ્રહણને મંજૂરી આપી. $305.2 એમએન એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર અધિગ્રહણ કરશે.


વરૂણ બેવરેજીસ -
પેપ્સીકૉ ઇન્ડિયાના પ્રોડક્ટસ માટે ફ્રેન્ચાઇઝ મેળવી. છત્તિસગઢ માટે મેળવ્યા ફ્રેન્ચાઇઝ હક છે.

ડ્રેજિંગ કૉર્પ -
કંપનીને રૂપિયા 885.1 એમએલએનનો ઑર્ડર મળ્યો. 2017-18માં ડ્રેજિંગ કામ માટે મળ્યો ઓર્ડર છે. કોચિંગ પોર્ટ પર કામ માટે ઓર્ડર છે.