બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

ના રોજ પ્રકાશિત Tue, 13, 2018 પર 08:41  |  સ્ત્રોત : CNBC-Bajar

ઇન્ટરગ્લોબ એવિએશન-
ડીજીસીએ દ્વારા એરબસ A320 નિયો પ્લેનના ઉડાણ પર રોક લગાવવામાં આવી છે. એરક્રાફ્ટમાં લાગેલા નવા પ્રૅટ & વિટ્ટની એન્જીન્સમાં ગરબડીને લીધે રોક છે. ઇન્ડિગોના 8 અને ગો એરના 3 એરક્રાફ્ટ પર રોક છે. ફરી આદેશ ન આવે ત્યાં સુધી પ્રતિબંધ યથાવત રહેશે. જોકે આ કારણે થતાં નુકસાનની ભરપાઈ વેન્ડર્સ કરશે. મોર્ગન સ્ટેનલીએ ઇક્વલવેટ રેટિંગ યથાવત રાખી રૂપિયા 1213/shના લક્ષ્યાંક આપ્યા છે.


ટીસીએસ-
પ્રમોટર્સ ટાટા સન્સ કંપનીમાંથી દોઢ ટકા જેટલો હિસ્સો વેચી શકે છે. આ હિસ્સો વેચી ટાટા સન્સ $125 કરોડ ઊભા કરી શકે છે. બ્લોક ડીલ મારફત ટાટા સન્સ વેચશે હિસ્સો છે. ઑફર પ્રાઇસ રૂપિયા 2872-2925 પર નક્કી કરવામાં આવી છે. ગઈ કાલના ક્લોઝિંગથી ઑફર પ્રાઇસ 4.17-5.9% જેટલા ડિસ્કાઉન્ટ પર છે. ટાટા ગ્રુપનો હિસ્સો 73.57%થી ઘટી 72.09% પર પહોંચશે. ટાટા સન્સ આ ડીલની રકમ ગ્રુપ કંપનીમાં રોકાણ અને ઋણ ઘટાડવા ઉપયોગ કરશે.


ડિક્સન ટેક્નૉલોજીસ / અંબર એન્ટરપ્રાઈઝિસ / બીપીએલ / વોલ્ટાસ-
તમામ વાઇટ ગુડ્સ કંપનીઓ માટે પોઝિટિવ સેન્ટિમેન્ટ છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ગ્રોથ 0.9%થી વધી 8% પર છે.


બાટા-
સેબીએ કંપનીને પરિણામ લીક થયાની તપાસ કરવા જણાવ્યું છે. 3 મહિનામાં આંતરિક તપાસ પૂર્ણ કરવાનો સેબીએ આદેશ આપ્યો છે. ઓક્ટોબર-ડિસેમ્બર 2015ના પરિણામ Whatsapp પર લીક થયાનો આરોપ છે.


ક્વેસ કોર્પ-
ગોલ્ડન સ્ટારમાં ક્વેસ કોર્પ દ્વારા વધુ 10% હિસ્સો ખરીદવામાં આવ્યો છે. ક્વેસ કોર્પનો ગોલ્ડન સ્ટારમાં કુલ હિસ્સો 70% જેટલો છે.