બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

ના રોજ પ્રકાશિત Wed, 22, 2019 પર 08:41  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટેક મહિન્દ્રા -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાનો નફો 5.9 ટકા એટલે કે 1132.5 કરોડ રૂપિયા ઘટ્યો છે જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાનો નફો 1202.9 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાની આવક 0.6 ટકા વધીને 8892.3 કરોડ રહી છે જ્યારે નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાની આવક 8943.7 કરોડ રૂપિયા રહી હતી.

વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાના એબિટડા 1439 કરોડ રૂપિયાથી ઘટીને 1368.3 કરોડ રૂપિયા રહ્યા છે જ્યારે વર્ષ દર વર્ષના આધાર પર ચોથા ક્વાર્ટરમાં ટેક મહિન્દ્રાના એબિટડા માર્જિન 16.1 ટકાથી ઘટીને 15.4 ટકા પર રહ્યા છે.

ટેક મહિન્દ્રા પર મોતીલાલ ઓસવાલ -
મોતીલાલ ઓસવાલે ટેક મહિન્દ્રા પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 890 રાખ્યો છે.

ટેક મહિન્દ્રા પર સીએલએસએ -
સીએલએસએએ ટેક મહિન્દ્રા પર આઉટપર્ફોમરના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક 810 રાખ્યો છે.

ટેક મહિન્દ્રા પર જેફરીઝ -
જેફરીઝે ટેક મહિન્દ્રા પર ખરીદારીના રેટિંગ યથાવત રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 880 રાખ્યો છે.

ટેક મહિન્દ્રા પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે ટેક મહિન્દ્રા પર આઉટપર્ફોમર પર રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 910 રાખ્યો છે.

ટેક મહિન્દ્રા પર ફિલિપ્સ -
ફિલિપ્સે ટેક મહિન્દ્રા પર વેચાણના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 650 રાખ્યો છે.

ટેક મહિન્દ્રા પર નોમુરા -
નોમુરાએ ટેક મહિન્દ્રા પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 800 રાખ્યા છે.

ડીએલએફ -
નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ડીએલએફનો નફો 78.7 ટકા વધીને 434.8 કરોડ રૂપિયા થઈ ગયો છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ડીએલએફનો નફો 243.3 કરોડ રૂપિયા રહ્યો હતો.

નાણાકીય વર્ષ 2019 ના ચોથા ક્વાર્ટરમાં ડીએલએફની આવક 81.5 ટકા વધીને 2500.4 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. નાણાકીય વર્ષ 2018 ના ચોથા ક્વાર્ટરમાં ડીએલએફની આવક 1377.7 કરોડ રૂપિયા રહી હતી.

બૉશ પર ક્રેડિટ સુઇસ -
ક્રેડિટ સુઇસે બૉશ પર આઉટપર્ફોમરના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 23000 થી ઘટાડીને રૂપિયા 22700 કર્યો છે.

બૉશ પર મોતિલાલ ઓસવાલ -
મોતિલાલ ઓસવાલે બૉશ પર નેચરલના રેટિંગ રાખ્યા છે. તેના પર લક્ષ્યાંક રૂપિયા 19556 થી ઘટાડીને રૂપિયા 18200 કર્યો છે.

એચડીએફસી બેન્ક -
એચડીએફસી બેન્ક બોર્ડની શેર સ્પિલટ પર બેઠક. એક શેરને બે શેરમાં તોડવા પર વિચાર.