બજાર » સમાચાર » આજનો વેપાર

ક્યા ટોપ શેરોમાં રહેશે આજે હલચલ, રાખો નજર

ના રોજ પ્રકાશિત Fri, 19, 2017 પર 08:54  |  સ્ત્રોત : CNBC-Bajar

બની રહે છે કે લગાવેલો દાવ ચોક્કસ બેસસે કે નહીં. પરંતુ શેરોની દરેક હલચલ પર નજર રાખીને આપણા રોકાણને સુરક્ષિત જરૂર કરી શકાય છે. અહીં અમે બતાવી રહ્યા છે એવા શેર જે રહેશે આજે ખબરોમાં અને જેની ઉપર હશે બજારની નજર.

ટાટા કૉફી -
કૉફી પ્રાઇસિસમાં વધારાની માર્જિન્સ પર અસર જોવા મળી. આવક ફ્લેટ પરંતુ માર્જિન્સ અને નફામાં ઝડપી વધારો નોંધાયો.

ઈઆઈડી પૅરી -
વર્ષ દર વર્ષના આધાર પર કંપનીની આવકમાં 23.3%નો ઘટાડો થયો, ઘટીને રૂપિયા 3,428.1 પર. કંપનીના માર્જિન્સ વધીને 12.5% પર.

પિડિલાઇટ ઈન્ડસ્ટ્રી -
વોલ્યૂમ ગ્રોથ 4-5%ના અનુમાનની સામે 7.8% પર. આવકમાં 6.8%નો વધારો થયો, 5.3%નુ અનુમાન હતુ. કંપનીના માર્જિન્સ ફ્લેટ અને નફામાં ઘટાડો જોવા મળ્યો.

બેન્ક ઑફ બરોડા -
બેન્ક ઑફ બરોડાના પરિણામ ખરાબ રહ્યા છે. સ્લિપેજના આંકડા 3000 કરોડ રૂપિયાની આસપાસ રહે તો સારા ગણવામાં આવતા હતા, પણ સ્લિપેજ 4077 કરોડ રૂપિયા પર રહ્યા છે. એનપીએ ઘટ્યા છે, પણ નફો અનુમાન કરતાં નીચો રહ્યો છે.

નેશનલ ફર્ટિલાઈઝર -
નેશનલ ફર્ટિલાઇઝરના સારા પરિણામ રહ્યા છે. નફો લગભગ ત્રણ ગણો થયો છે. જ્યારે આવકમાં 13 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. માર્જિન પણ સુધર્યા છે.

વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ -
વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝે જબરજસ્ત પરિણામ રજૂ કર્યા છે.. અનુમાન કરતાં કંપનીની આવક, નફો અને એબિટડા સારા રહ્યા છે. માર્જિન પણ 8 ટકાથી વધી 10 ટકા રહ્યા છે.

સ્ટ્રાઇડ્સ શાસુન -
સ્ટ્રાઇડ્સ શાસુને ગઈ કાલે પરિણામ જાહેર કર્યા બાદ મૅક્વાયરીએ સ્ટૉક પર બ્રોકરેજ રિપોર્ટ જાહેર કર્યો છે. તેમણે આઉટપરફોર્મ રેટિંગ સાથે 1550 રૂપિયાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. રેગ્યુલેટેડ માર્કેટમાં કંપનીનો હિસ્સો સતત વધશે એમ મૅક્વાયરી માને છે. સ્મૉલ કેપ ફાર્મામાં તેમણે સ્ટ્રાઇડ્સ શાસુનને ટોપ પિક ગણાવી છે.

લ્યુપિન -
લ્યુપિનને યુએસએફડીએ તરફથી સેરોક્વલ એક્સઆર ટેબ્લેટ્સની મંજૂરી મળી છે. આ દવા શિઝોફ્રેનિયા અને બાઇ-પૉલર ડિસઓર્ડરની સારવાર માટે ઉપયોગી છે.

તાન્લા સોલ્યુશન્સ -
તાન્લા સોલ્યુશન્સ ફોકસમાં રહેશે. બોર્ડે પ્રમોટર્સને પ્રેફરેન્શિયલ વૉરન્ટ્સના કન્વર્ઝનને ધ્યાનમાં રાખી  19.68 લાખ શૅર્સ ઇશ્યુ કર્યા છે.

સતલજ ટેક્સટાઇલ્સ -
સતલજ ટેક્સટાઇલ્સ બોર્ડે એનસીડી અને બોન્ડ્સ મારફત 500 કરોડ રૂપિયા ઊભા કરવાની જાહેરાત કરી છે. બોર્ડે 10 રૂપિયાના શૅરને 1 રૂપિયામાં એસપીએલઆઈટી કરવાની ઘોષણા પણ કરી છે.